Home /News /career /Indian Army Agnipath Recruitment: અગ્નિવીર માટે આવી છે પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ, અહી જાણો બધુ જ

Indian Army Agnipath Recruitment: અગ્નિવીર માટે આવી છે પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ, અહી જાણો બધુ જ

અગ્નિવીર ભરતી પ્રક્રિયા

સપ્ટેમ્બર 2022 સુધીમાં ભારતીય સેના (Indian Army)ની અગ્નિવીર રેલી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી. રેલીમાં સફળ ઉમેદવારોને કમ્બાઈન્ડ એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે બોલાવવામાં આવશે.

ભારતીય સેના 16મી ઓક્ટોબર અને 13મી નવેમ્બર 2022 (પ્રથમ બેચ) અને જાન્યુઆરી 2023 (દ્વીતીય બેચ)ના રોજ 4 વર્ષ માટે અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ટેકનિકલ (એવીએશન/ એમ્યુનિશન એક્ઝામીનર), અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન 10મું પાસ, અને અગ્નિવીર ટ્રેડ્સમેન 8મું પાસ માટે અગ્નિવીરોની ભરતી (Agniveer Recruitment) કરવાની છે.

જેના માટે ભારતીય આર્મી અગ્નિપથ સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું ( Indian Army Agnipath Combined Entrance Exam ) આયોજન કરશે. સપ્ટેમ્બર 2022 સુધીમાં ભારતીય સેના (Indian Army)ની અગ્નિવીર રેલી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી. રેલીમાં સફળ ઉમેદવારોને કમ્બાઈન્ડ એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે બોલાવવામાં આવશે.

શું છે અગ્નિપથ સ્કીમ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 14 જૂન, 2022ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે અગ્નિપથ યોજનાને મંજૂરી આપી હતી, આ યુવાનોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. અગ્નિપથ યોજના આર્મી, નેવી અને એરફોર્સની માનવ સંસાધન નીતિમાં મોટો સુધારો છે.

ભારતીય સેના અગ્નિપથ ભરતી - 2022 કેલેન્ડર

અરજી કરવાની પ્રારંભિક તારીખ – 5 જુલાઇથી 3 ઓગસ્ટ 2022

ભરતીની તારીખ- ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022

સંયુક્ત પરીક્ષાની તારીખ – પ્રથમ બેચ – 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર અનેદ્વીતીય બેચ – જાન્યુઆરી 2023

ટ્રેનિંગ સેન્ટરે હાજર થવાની તારીખ – પ્રથમ બેચ -ડિસેમ્બર 2022 અનેદ્વીતીય બેચ – ફેબ્રુઆરી 2023

પરીક્ષા પ્રશ્નપત્ર પેટર્ન-

અગ્નિવીર (જનરલ ડ્યુટી) (તમામ આર્મ્સ) માટે પરીક્ષાની પેટર્ન

જનરલ નોલેજ – 30 માર્ક્સ - 15 પ્રશ્નો

જનરલ સાયન્સ – 40 માર્ક્સ - 20 પ્રશ્નો

ગણિત – 20 માર્ક્સ - 10 પ્રશ્નો

લોજીકલ રીઝનિંગ – 10 માર્ક્સ - 5 પ્રશ્નો

અગ્નિવીર (ટેક) અને (એવિએશન અને એમ્યુનિશન એક્ઝામિનર) માટે પરીક્ષાની પેટર્ન

જનરલ નોલેજ – 20 માર્ક્સ - 10 પ્રશ્નો

ગણિત – 30 માર્કસ - 15 પ્રશ્નો

ફિઝીકસ – 30 માર્ક્સ - 15 પ્રશ્નો

કેમિસ્ટ્રી – 20 માર્ક્સ - 10 પ્રશ્નો

અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (તમામ આર્મ્સ) માટે પરીક્ષાની પેટર્ન

પાર્ટ -1

જનરલ નોલેજ – 20 માર્ક્સ - 05 પ્રશ્નો

જનરલ સાયન્સ – 20 માર્ક્સ - 05 પ્રશ્નો

ગણિત – 40 માર્ક્સ - 10 પ્રશ્નો

કમ્પ્યુટર સાયન્સ – 20 માર્ક્સ - 05 પ્રશ્નો

પાર્ટ – 2

જનરલ ઇંગ્લિશ – 100 માર્ક્સ - 25 પ્રશ્નો

કુલ - 200 માર્ક્સ

અગ્નિવીર ટ્રેડ્સમેન (તમામ આર્મ્સ) માટે પરીક્ષાની પેટર્ન

જનરલ નોલેજ – 30 માર્ક્સ - 15 પ્રશ્નો

લોજીકલ રીઝનિંગ – 10 માર્ક્સ - 05 પ્રશ્નો

જનરલ સાયન્સ – 30 માર્ક્સ - 15 પ્રશ્નો

ગણિત – 30 માર્ક્સ - 15 પ્રશ્નો

પરીક્ષાનો અભ્યાસક્રમ

અગ્નિવીર (જનરલ ડ્યુટી) / અગ્નિ ટ્રેડ્સમેન માટે

જનરલ નોલેજ - ભારત અને તેના પડોશી દેશો ખાસ કરીને ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ. આ ઉપરાંત, સંક્ષેપ્તિકરણ, રમતગમત, એવોર્ડ અને પ્રાઇઝ, ટર્મિનોલોજી, ભારતીય સશસ્ત્ર દળો, ખંડો અને ઉપખંડો, શોધ, ભારતનું બંધારણ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, પુસ્તકો અને લેખકો, તાજેતરના વર્ષોમાં ભારતમાં અને વિશ્વ સ્તરે બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓની જાણકારી, વિશ્વની વર્તમાનમાં મહત્વપૂર્ણ ઘટનાઓ, અગ્રણી હસ્તીઓ વગેરે.

લોજીકલ રીઝનિંગ - પ્રશ્નો 16 થી 20 વર્ષની વય જૂથના ઉમેદવારોની તાર્કિક ક્ષમતા પર આધારિત હશે.

જનરલ સાયન્સ - ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સંબંધિત પ્રશ્નો

મેથ્સ - નંબર સિસ્ટમ, ફંડામેન્ટલ એરિથમેટિકલ ઓપરેશન્સ, બીજગણિત, જીયોમેટ્રી, ટ્રીગોનોમેટ્રી

અગ્નિવીર (ટેક) અને એવિએશન અને એમ્યુનિશન એક્ઝામિનર માટે

જનરલ નોલેજ- સંક્ષેપો, ઇતિહાસ, ભૂગોળ, ટર્મિનોલોજી, કરન્ટ અફેર્સ, સ્ટેટિક જી.કે.

મેથ્સ-અંકગણિત,બીજગણિત,કેલ્ક્યુલસ, મેન્સ્યુરેશન- વિસ્તાર અને વોલ્યૂમ, ત્રિકોણમિતી, ઊંચાઇ અને અંતર, જીયોમેટ્રી, પેરેલેલોગ્રામ, વર્તુળ, સ્ટેટિસ્ટિક્સ, સંભાવના, કમ્પ્યુટિંગ

ફીઝીક્સ - ગતિ, બળ અને ઊર્જા, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઊર્જા, લાઇટ,ગરમી,વીજળી,ચુંબકત્વ,અવાજ,તરંગ ગતિ, ડોમેસ્ટિક ઇલેક્ટ્રિક સર્કિટ, ઊર્જાસ્ત્રોત તરીકે સૂર્ય, ઇંધણ, હીટ એન્જીન, ન્યૂક્લિઅર એનર્જી

કેમેસ્ટ્રી -દ્રવ્ય- પ્રકૃતિ અને વર્તન,ઇલેક્ટ્રોકેમિકલ સેલ,તત્વોનું વર્ગીકરણ,કાર્બન અને તેના સંયોજનો,ધાતુઓનું નિષ્કર્ષણ,

કેમિકલ બોન્ડ, ઇલેક્ટ્રોલિસિસ,કુદરતી સંસાધનો,પાણી,હવા

અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ માટેનો સિલેબસ

પાર્ટ 1

જનરલ નોલેજ- સંક્ષેપો, ઇતિહાસ, ભૂગોળ, ટર્મિનોલોજી, કરન્ટ અફેર્સ, સ્ટેટિક જી.કે.

જનરલ સાયન્સ -માનવ શરીર,IO/ન્યુમરલ ક્ષમતા

મેથ્સ - એરિથમેટિક, બીજગણિત, મેન્સ્યુરેશન,એરીયા અને વોલ્યુમ,ત્રિકોણમિતિ,ઊંચાઈ અને અંતર,ભૂમિતિ: રેખાઓ અને ખૂણા, સ્ટેટિસ્ટિક્સ

કમ્પ્યુટર સાયન્સ - કમ્પ્યુટર સિસ્ટમ, મેમોરી કોન્સેપ્ટ, I/O ડિવાઇસ, MS વિન્ડોઝ, વિન્ડોઝ ઇન્ટ્રોડક્શન, MS વર્ડ,MS પાવર પોઇન્ટ, MS એક્સેલ

પાર્ટ 2

જનરલ ઇંગ્લિશ - ગ્રામર, સ્પીચ, વર્બ્સ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર વગેરે.
First published:

Tags: Career News, Jobs and Career

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन