ધોરણ 12 પછી એર હોસ્ટેસ ક્ષેત્રે કારકિર્દી બની શકે, જાણો તેનાં કોર્સ અને ક્યાંથી થઇ શકે તે અંગે બધુ જ
ધોરણ 12 પછી એર હોસ્ટેસ ક્ષેત્રે કારકિર્દી બની શકે, જાણો તેનાં કોર્સ અને ક્યાંથી થઇ શકે તે અંગે બધુ જ
એરહોસ્ટેસ ક્ષેત્રે બનાવો કારકિર્દી
Career In Air Hostess Course: એર હોસ્ટેસ, ગ્રાઉન્ડ સ્ટાફ ફ્લાઇટ એટેન્ડન્ટ, એર ટિકિટિંગ વગેરે કોર્સ માટે યુનિવર્સલ એર હોસ્ટેસ નવરંગપુરા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એવિએશન સેટેલાઇટ, એપટેક એવિએશન એકેડેમી વસ્ત્રાપુર, સેવન્થ સ્કાય એકેડેમી એલિસબ્રિજ, અમીગો એકેડેમી ચાંદખેડામાં પણ સંપર્ક કરી શકાય છે.
સંજય ટાંક,અમદાવાદ: બદલાતા સમયની માંગ સાથે એર સર્વિસની ડિમાન્ડ વધી રહી છે. દેશના મોટા ભાગના શહેરોને એર સર્વિસના માધ્યમથી જોડવાના દિવસો હવે દૂર નથી. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું પણ વિઝન છે કે દેશના મોટાભાગના શહેરોને એરોપ્લેન, હેલિકોપ્ટર સેવન માધ્યમથી જોડી સમય બચાવી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવો. જે માટે આગામી સમયમાં એર હોસ્ટેસ, ફ્લાઇટ સ્ટુઅર્ટ્સ, એરલાઇન્સ ગ્રાઉન્ડ સ્ટાફની વધુને વધુ જરૂર આવનારા દિવસોમાં પડવાની છે ત્યારે આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની ઉજ્વળ તકો રહેલી છે.
એર હોસ્ટેસ ટ્રેનિંગ પ્રોગ્રામ અને અન્ય એકેડેમિક પ્રોગ્રામ દેશભરમાં જુદા જુદા ફોરમેટમાં થાય છે. સર્ટીફીકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ, એડવાન્સ ડિપ્લોમા કોર્સ, બેચલર ઓફ ડિગ્રી કોર્સ, માસ્ટર ઓફ ડિગ્રી કોર્સ થાય છે.
બેચલર ડિગ્રી અભ્યાસક્રમો :-
B.Sc ઇન એવિએશન
B.Sc એવિએશન અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ
B.Sc ઇન એરલાઇન અને એરપોર્ટ મેનેજમેન્ટ
B.Sc ઇન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ
બેચલર ઓફ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ BA ઇન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ
BBA ઇન એરલાઇન અને એરપોર્ટ મેનેજમેન્ટ
BBA ઇન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ
BBA ઇન હોટેલ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ
માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો :-
M.Sc ઇન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ
M.Sc ઇન એવિએશન અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ
M.Sc ઇન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ
M.Sc ઇન એરલાઇન અને એરપોર્ટ મેનેજમેન્ટ
એર હોસ્ટેસ, ગ્રાઉન્ડ સ્ટાફ ફ્લાઇટ એટેન્ડન્ટ, એર ટિકિટિંગ વગેરે કોર્સ માટે યુનિવર્સલ એર હોસ્ટેસ નવરંગપુરા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એવિએશન સેટેલાઇટ, એપટેક એવિએશન એકેડેમી વસ્ત્રાપુર, સેવન્થ સ્કાય એકેડેમી એલિસબ્રિજ, અમીગો એકેડેમી ચાંદખેડામાં પણ સંપર્ક કરી શકાય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર