Home /News /career /

Jamnagar: જામનગર જિલ્લાના આ તાલુકામાં બહાર પડી સરકારી નોકરી, જાણો પગાર ધોરણ અને લાયકાત

Jamnagar: જામનગર જિલ્લાના આ તાલુકામાં બહાર પડી સરકારી નોકરી, જાણો પગાર ધોરણ અને લાયકાત

પ્રતિકાત્મક તસવીર

જામનગરના લાલપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલકની નિમણુંક માટે અરજીઓ મંગાવાઈ છે. ઉમેદવારોએ તારીખ 25 મે સુધીમાં નિયત નમુનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે.

    Sanjay Vaghela, Jamnagar: ઘણીવાર સ્થાનિક લેવલે પણ નોકરી (Government Jobs) ની ઉત્તમ તક સર્જાતી હોયછે.આવી જ એક તક મધ્યાહન ભોજન કેન્દ્ર (Mid Day Meals) સંચાલકની છે. જામનગર (Jamnagar) ના લાલપુર (Lalpur)તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલકની નિમણુંક માટે અરજીઓ મંગાવાઈ છે. ઉમેદવારોએ તારીખ 25 મે સુધીમાં નિયત નમુનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે. આ સિવાય કઈ કઈ પ્રાથમિક શાળામાં આ ભરતી (Recruitment) કરવામાં આવી રહી છે અને તે માટે યોગ્ય લાયકાત કેટલી જરૂરી છે તે માટે વાંચો વિગતે.

    આટલા કેન્દ્રઓમાં બહાર પડી ભરતી

    લાલપુર તાલુકાના અપીયા પ્રાથમિક શાળા, આરીખાણા પ્રાથમિક શાળા, ઇશ્વરીયા પ્રાથમિક શાળા, ખેંગારપર પ્રાથમિક શાળા, ચાંદીગઢ પ્રાથમિક શાળા, જસાપર પ્રાથમિક શાળા, ટેભડા વાડી.1, ડેરાછીકારી પ્રાથમિક શાળા, નવાગામ પ્રાથમિક શાળા, નવાણીયા પ્રાથમિક શાળા, નાના લખીયા પ્રાથમિક શાળા, પીપળી સ્ટેશન પ્રાથમિક શાળા, બાબરીયા પ્રાથમિક શાળા, મણીપુર પ્રાથમિક શાળા, મેઘપર પ્રાથમિક શાળા, મેમાણા પ્રાથમિક શાળા, મોડપર તાલુકા શાળા, મોડપરવાડી-1, મોટા ખડબા પ્રાથમિક શાળા, મોટા પાંચસરા પ્રાથમિક શાળા, મોટા ભરૂડીયા પ્રાથમિક શાળા, મોટા લખીયા પ્રાથમિક શાળા, રંગપુર પ્રાથમિક શાળા, રામપર પ્રાથમિક શાળા, રીંજપર પ્રાથમિક શાળા, વિજયપુર પ્રાથમિક શાળા, મોડપર વાડી શાળા-4, ખાયડી વાડી શાળા, રીંજપર વાડી શાળા, વાવડી-વિરેશ્વર વાડી શાળા, નાના ખડબા વાડી શાળા, ગોવાણા વાડી શાળા-1, નવાણીયા વાડી શાળા, સણોસરા વાડી શાળા-1, સણોસરા વાડી શાળા-2, સેવક ભરૂડીયા વાડી શાળા અને ગોદાવરી વાડી શાળા-૧માં મધ્યાન ભોજન યોજનાના કેન્દ્રો પર ચાલુ શૈક્ષણિક વર્ષ માટે નિયત માનદ વેતન દ્વારા કેન્દ્ર સંચાલકની નીમણૂક કરવાની છે.

    આ પણ વાંચો:Jamnagar: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠકનું આયોજન

    જરૂરી લાયકાત અને પગાર ધોરણ

    ઉપર જણાવેલા મધ્યાહન ભોજન કેન્દ્ર પર અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ સરકારના પરીપત્ર મુજબ એસ.એસ.સી. (SSC) ની લાયકાત ધરાવતા 20 થી 55 વર્ષની મર્યાદા ધરાવતા તંદુરસ્ત અને કોઇપણ ગુનાહીત કાર્ય કરેલ ન હોય તેવા ઉમેદવારોએ તારીખ 25-05-2022 સુધીમાં મામલતદાર કચેરી લાલપુરને કામકાજના સમય દરમ્યાન નીયત નમુનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે.

    મહીલાઓ તથા સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમ્યાન મામલતદાર કચેરી લાલપુર (મભયો શાખા)માંથી વીના મુલ્યે મળી શકશે તેમ મામલતદાર લાલપુરની યાદીમા જણાવાયું છે. આ સિવાય લાલપુર મામલતદાર કચેરીનો ફોન નંબર 02895-272222 છે. તેમાંથી પણ માહિતી મળેવી શકો છો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Career and Jobs, Career News, Jamnagar City, જામનગર

    આગામી સમાચાર