Home /News /career /HDFC Bank Recrutiment : 10-12 પાસ, સ્નાતક ઉમેદવારોમાટે HDFC બેંકમાં નોકરીની સુવર્ણ તક

HDFC Bank Recrutiment : 10-12 પાસ, સ્નાતક ઉમેદવારોમાટે HDFC બેંકમાં નોકરીની સુવર્ણ તક

બેકમાં નોકરીની તક

HDFC Bank Recruitment 2022: પગાર ધોરણ વિવિધ પોસ્ટ મુજબ 25,000-1,18,000 પ્રતિ માસ છે. પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવી.

HDFC Recruitment 2022 : HDFC બેંક દ્વારા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિવિધ ખાલી જગ્યાઓ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને બેન્કમાં કારકિર્દી બનાવવાની વિશેષ તક આપી રહ્યાં છે. (HDFC Bank Job) કુલ 12,552 ઉમેદવારો વિવિધ વિભાગમાં અરજી કરી શકે છે.(career Job Opportunity) આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો https://www.hdfcbank.com પર ઓનલાઈન અરજી કરી શકે છે. (bank Job Graduate)

અહીં તમને આ ભરતી વિશે તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે, પોસ્ટનું નામ, લાયકાત, પગારધોરણ અરજી કરવાની રીત વગેરે. રસ ધરાવતા ઉમેદવાર અરજી કરતા પહેલા સંપૂર્ણ લેખ વાંચી માહિતી મેળવી શકે છે.

પોસ્ટનું નામ
ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ
જનરલ મેનેજર
મેનેજર
ઓપરેશન હેડ
રીકવરી ઓફિસર
રિલેશન મેનેજર
એક્સપર્ટ ઓફિસર
નેટવર્ક એન્જિનિયરિંગ
એડમિનિસ્ટરેશન
એનાલિટિક્સ
આસિસ્ટન્ટ મેનેજર
બ્રાન્ચ મેનેજર
બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
ક્લર્ક
કલેક્શન ઓફિસર
કસ્ટમર રીલેશનશીપ મેનેજર
કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ

આ પણ વાંચોઃ-GPSC Account officer syllabus : મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2ની પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસ્ક્રમ

પાત્ર લાયકાત
• ઉમેદવારોએ અધિકૃત સૂચનામાં દર્શાવીલી પોસ્ટ્સ મુજબ અભ્યાસ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. ઉમેદવારે ઓછામાં ઓછું 10 અને 12 પાસ હોવા જોઈએ. પોસ્ટની જરૂરિયાત મુજબ સ્નાતક અથવા યુનિવર્સિટીમાંથી પોસ્ટ અથવા તેની સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.

વય મર્યાદા:
• ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષની હોવી જોઈએ, SC/ST માટે 5 વર્ષની છૂટ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ લાગુ પડે છે.

પગાર ધોરણ:
• આ ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ મુજબ 25,000-1,18,000 પ્રતિ માસ છે.

પસંદગી પ્રક્રિયા:
• પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ તથા ડોક્યુમેન્ટેશન દ્વારા કરવામાં આવશે.

અરજી ફી:
• ઉમેદવારો માટે અરજી કરવાની કોઈ ફી રાખવામાં આવેલ નથી, પરંતુ અરજી કરવાની છેલ્લી તારીખ 30ઓગસ્ટ છે.

આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગે એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 માટે બહાર પાડી ભરતી, જાણો વધુ વિગત

HDFC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જવું. https://www.hdfcbank.com
જો તમે તમારું રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો રજીસ્ટ્રેશન કરાવો.
ત્યાં કારકિર્દી(Career) વિકલ્પમાં જવું.
કારકિર્દી(Career) વિકલ્પમાં લેટેસ્ટ જૉબ પર ક્લિક કરવું.
આ ભરતી માટે અરજી કરતા પહેલા આપેલી સૂચના ધ્યાનથી વાંચો.
હવે એપ્લાય ટેબમાં ક્લિક કરો.
તમારી શૈક્ષણિક લાયકાત મુજબ અરજી ફોર્મ ભરો.
બધા જરૂરી દસ્તાવેજો અટૅચ કરો.
રિઝ્યુમે અપલોડ કરો (જો માંગવામાં આવ્યું હોઈ તો)
અરજી ફોર્મ સબમિટ કરો.
First published:

Tags: Bank Jobs, Career News, Jobs and Career, Recruitment