Home /News /career /HCL Recruitment : ધો.12ના વિદ્યાર્થી માટે HCLનો TechBee પ્રોગ્રામ, અભ્યાસ સાથે મળશે નોકરીની તક
HCL Recruitment : ધો.12ના વિદ્યાર્થી માટે HCLનો TechBee પ્રોગ્રામ, અભ્યાસ સાથે મળશે નોકરીની તક
HCL Tech Bee 2022 : એચસીએલ ટેક બી પ્રોગ્રામમાં પસંદ થતા સ્ટુડન્ટ્સને બીટેક સહિતના અભ્યાસક્રમ ભણવાની તક મળે છે સાથે જ 10,000નું સ્ટાઈપેન્ડ પણ મળે છે.
HCL Recruitment : એચસીએલ ટેકનોલોજીસ દ્વારા ધો. 12ના વિદ્યાર્થીઓ માટે એચસીએલ ટેકબી (HCL TechBee) પ્રોગ્રામ હેઠળ કારકિર્દી ઘડવાની તક આપવામાં આવે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
HCL Recruitment : એચસીએલ ટેકનોલોજીસ (HCL Technologies) ટેકબી- અર્લી કરિયર પ્રોગ્રામ (TechBee Early Career Program) વર્ક ઇન્ટિગ્રેટેડ ઉચ્ચ શિક્ષણ પ્રોગ્રામ છે. જે 10+2 વિદ્યાર્થીઓ માટે એચસીએલમાં આઇટી એન્જીનિયરીંગ જોબ્સ (IT engineering jobs) પ્રદાન કરે છે.
તે એચસીએલમાં એન્ટ્રી લેવલની આઇટી નોકરીઓ માટે વિદ્યાર્થીઓને તકનીકી અને વ્યવસાયિક રૂપે તૈયાર કરે છે, જ્યાં ઉમેદવારોને આ નોકરીઓ માટે 12 મહિનાની વિસ્તૃત તાલીમ મળે છે અને વિદ્યાર્થીઓને એચસીએલ પ્રોજેક્ટ્સ પર ઇન્ટર્નશિપ કરવાની તક પણ મળે છે. . એચસીએલમાં કામ કરતી વખતે વિદ્યાર્થીઓ BITS પિલાની, SASTRA યુનિવર્સિટી અને એમિટી યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રોગ્રામમાં પણ પ્રવેશ મેળવી શકે છે.
એચસીએલ ટેક્નોલોજીસે 2016માં આ પ્રોગ્રામની શરૂઆત શ્રેષ્ઠ પ્રતિભાઓને હાયર કરવા અને તેમની કારકિર્દીની શરૂઆતમાં નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવાના હેતુથી કરી હતી. અત્યાર સુધીમાં, 5,000 થી વધુ વિદ્યાર્થીઓએ ટેકબી પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને હવે તેઓ એચસીએલ સાથે કામ કરી રહ્યા છે.
HCL Recruitment : એચસીએલ ટેકનોલોજીસ ટેકબી પ્રોગ્રામની મુખ્ય હાઇલાઇટ્સ
-એચસીએલ ટેક્નોલોજીસ સાથે નોકરીની ખાતરીઃ ટેકબી – એચસીએલનો અર્લી કરિયર પ્રોગ્રામ 12મા ધોરણના વિદ્યાર્થીઓને વૈશ્વિક કારકિર્દીની તકો માટે ફુલ-ટાઇમની નોકરી પૂરી પાડે છે. આ કાર્યક્રમ અગ્રણી વૈશ્વિક ટેકનોલોજી કંપની એચસીએલ ટેક્નોલોજીસ દ્વારા ઓફર કરવામાં આવ્યો છે.
HCL Recruitment : કમાઓ અને શીખોઃ જે વિદ્યાર્થી ઉમેદવારો ટેકબી માટે પસંદગી પામે છે તેમને લાઇવ એચસીએલ પ્રોજેક્ટ્સમાં ઇન્ટર્નશિપ દરમિયાન રૂ. 10,000નું સ્ટાઇપેન્ડ મળે છે.
એચસીએલમાં ફુલ-ટાઇમ કર્મચારી બન્યા બાદ ઉમેદવાર એચસીએલના કર્મચારી તરીકે કામ કરતી વખતે BITS પિલાની, SASTRA યુનિવર્સિટી અથવા એમિટી યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવશે. હાયર એજ્યુકેશન પ્રોગ્રામ માટેની ફી ગ્રેજ્યુએશન પ્રોગ્રામના આધારે એચસીએલ દ્વારા આંશિક રીતે ચૂકવવામાં આવે છે.
ટૂંકી વિગતો
કોણ અરજી કરી શકે છે
જે વિદ્યાર્થીઓએ 2021માં ધોરણ 12 પૂર્ણ કર્યું છે અથવા 2022 માં ગણિત અથવા વ્યવસાયિક ગણિત સાથે બારમા ધોરણની પરીક્ષા આપી છે તે
એક વર્ષનો ટેકબી તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, વિદ્યાર્થીઓ સોફ્ટવેર એન્જિનિયર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, ડિઝાઇન એન્જિનિયર અથવા ડિજિટલ પ્રોસેસ એસોસિએટ્સની નોકરીમાં અનુસાર વાર્ષિક રૂ. 1.70થી 2.20 લાખની વચ્ચેનો પગાર મેળવી શકે છે.
HCL Recruitment : લાભો
ગ્લોબલ કસ્ટમર્સ માટે કામ કરવા ઉપરાંત જે ઉમેદવારો ટેકબી તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરે છે તેઓ ફુલ-ટાઇમના એચસીએલ કર્મચારી બને છે અને હાયર એજ્યુકેશન, હેલ્થકેર, તેમજ કર્મચારી કલ્યાણ કાર્યક્રમોની શ્રેણીને આવરી લેતા તમામ એચસીએલ લાભો મેળવી શકે છે.
જે વિદ્યાર્થીઓએ 2021માં ધોરણ 12 પૂર્ણ કર્યું છે અથવા 2022 માં ગણિત અથવા વ્યવસાયિક ગણિત સાથે બારમા ધોરણની પરીક્ષા આપી છે તેઓ અરજી કરવા માટે પાત્ર છે. ક્વોલિફાઇંગ માર્ક્સ વિશે વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ www.hcltechbee.com ની મુલાકાત લઈ શકે છે.
HCL Recruitment : પસંદગી પ્રક્રિયા
લાયક ઉમેદવારો ઓનલાઇન કેરિયર એપ્ટીટ્યૂડ ટેસ્ટ (એચસીએલ કેટ) માટે હાજર રહેશે. જે લોકો આ ટેસ્ટ પાસ કરે છે તેમને ઇન્ટરવ્યૂની ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવશે, ત્યાર પછી એચસીએલ લેટર ઓફ ઇન્ટરેસ્ટ/ઓફર લેટર ઇશ્યૂ કરશે.
HCL Recruitment : HCL CAT
એચસીએલ સીએટી એ એક ઓનલાઇન ટેસ્ટ છે, જેને ક્વોન્ટિટેટિવ રિઝનિંગ (ગણિત), લોજિકલ રિઝનિંગ અને અંગ્રેજી ભાષામાં તમારી યોગ્યતા ચકાસવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
-તાલીમ કાર્યક્રમ માટેની ફી રૂ. 1,00,000 + ટેક્સ છે. બેંકો દ્વારા લોન મળે છે. અને એચ.સી.એલ.માં તેમની નોકરી પછી ઉમેદવારો દ્વારા ઇએમઆઈ ફોર્મેટમાં ફીની ચુકવણી કરી શકાય છે.
-વિદ્યાર્થીઓ આ વેબસાઇટ પર જઇને ટેકબીઇ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે: www.hcltechbee.com
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર