HCL Recruitment 2022 : હિન્દુસ્તાન કોપર લિમિટેડ (HCL)માં 96 ટ્રેડ એપ્રેન્ટિસની નોકરી માટે ભરતી બહાર પડી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
HCL Recruitment 2022: હિન્દુસ્તાન કોપર લિમિટેડે (HCL) એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ 96 ટ્રેડ એપ્રેન્ટિસ પોસ્ટ પર ઓનલાઇન અરજીઓ (applications for the 96 Trade Apprentice post) મંગાવી છે. આ ભરતી હિન્દુસ્તાન કોપર લિમિટેડ (Hindustan Copper Limited), મલંજખંડ કોપર પ્રોજેક્ટમાં એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ માટે થશે. જેમાં રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 21 મે, 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. ટ્રેડ એપ્રેન્ટિસ (Trade Apprentice) તરીકે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની અલગ અલગ પ્રકારની લેખિત કસોટી લેવામાં આવશે. લેખિત પરીક્ષાની કામચલાઉ તારીખ 31 જુલાઈ, 2022 છે.
આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા, વયમર્યાદા, લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો અહીં આપવામાં આવી છે.
નોટિફિકેશન નંબર: HCL/MCP/HR/Apprentice/2022
HCL Recruitment 2022: મહત્વની તારીખો:
અરજી કરવાની છેલ્લી તારીખ 21 મે, 2022 છે. જ્યારે લેખિત પરીક્ષા માટેની કામચલાઉ તારીખ 31 જુલાઈ, 2022 છે.
ઉમેદવારને સંબંધિત ટ્રેડમાંથી ITI પાસ હોવો આવશ્યક છે અને તેને NCVT/SCVT દ્વારા માન્યતા મળી હોય તે આવશ્યક છે.
ઉમેદવારોએ અલગ અલગ પોસ્ટ્સ માટે શૈક્ષણિક લાયકાત / ટેક્નિકલ લાયકાતની વિગતો માટે નોટિફિકેશન લિંક તપાસી લે તે જરૂરી છે.
HCL Recruitment 2022: વયમર્યાદા
ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 01-04-2022ના ધોરણે 25 વર્ષ છે. સરકારના નિયમો મુજબ ઉપલી વયમાં છૂટછાટ મળશે. આ સંદર્ભમાં વધુ જાણકારી માટે નોટિફિકેશન ચેક કરો.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
96
શૈક્ષણિક લાયકાત
દરેક પોસ્ટ માટે અલગ અલગ વિષયો સાથે ધો. 10ની પરીક્ષા 10 + 2 સિસ્ટમ હેઠળ પાસ કરેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ લાયકત હોવી જોઈએ. સંબંધિત ટ્રેડમાંથી ITI પાસ
ઉમેદવારોએ ભારત સરકારના પોર્ટલ પર www.aprrenticeship.gov.in એપ્રેન્ટિસશીપ માટે પોતાની નોંધણી કરાવવી અને HCLમાં તાલીમ લેવા માટે હિન્દુસ્તાન કોપર લિમિટેડ, મલંજખંડ કોપર પ્રોજેક્ટ પસંદ કરવો. અરજી કરવા આ કરવું ફરજિયાત છે.
આ વેબસાઇટ પર જનરેટ કરેલ યુનિક નંબર નોટિફિકેશન પર આપેલ જોડાયેલ પ્રોફોર્મામાં દાખલ કરવો આવશ્યક છે. અરજીઓ સાથે શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાતના પ્રમાણપત્રો, જાતિનું પ્રમાણપત્ર, સોગંદનામું (જો લાગુ પડતું હોય તો) વગેરેની સ્વ-પ્રમાણિત નકલો અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સને
સિનિયર મેનેજર (HR), હિન્દુસ્તાન કોપર લિમિટેડ, મલંજખંડ કોપર પ્રોજેક્ટ, તહસીલ: - બિરસા, પીઓ-મલંજખંડ, જિલ્લો- બાલાઘાટ, મધ્યપ્રદેશ - 481116ને 21 મે 2022ના રોજ અથવા તે પહેલાં મોકલવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર