HCL Recruitment 2021: હિન્દુસ્તાન કોપર લિમિટેડમાં અનેક પદો પર ભરતી, ધો-10 પાસ પણ કરી શકશે અરજી

હિન્દુસ્તાન કોપર લિમિટેડમાં ઈલેક્ટ્રીશિયનના પદો પર ભરતી પ્રક્રિયા શરૂ, 15 જુલાઈ પહેલા કરો અરજી

હિન્દુસ્તાન કોપર લિમિટેડમાં ઈલેક્ટ્રીશિયનના પદો પર ભરતી પ્રક્રિયા શરૂ, 15 જુલાઈ પહેલા કરો અરજી

  • Share this:
    નવી દિલ્હી. હિન્દુસ્તાન કોપર લિમિટેડ (Hindustan Copper Limited - HCL)એ ઇલેક્ટ્રીશિયન (Electrician)ના પદની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે ઇચ્છુક ઉમેદવાર HCLની ઓફિશિયલ વેબસાઇટ hindustancopper.comના માધ્યમથી અરજી કરી શકે છે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર કુલ 21 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.

    અરજી કરતાં પહેલા વાંચો નોટિફિકેશન

    આ પદો માટે ઈચ્છુક ઉમેદવાર HCL તરફથી જાહેર કરવામાં આવેલા ઓફિશિયલ નોટિફિકેશનને વાંચ્યા બાદ જ અરજી કરે. નિયમ મુજબ કરવામાં આવેલી અરજી જ માન્ય ગણાશે. ઓનલાઇન અરજી પત્રમાં ભૂલ કે પછી કોઈ માહિતી અધૂરી હશે તો તેને રદ પણ કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો, OMG: રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત

    આ પદો પર થશે ભરતી
    >> ઇલેક્ટ્રીશિયન-કમ-લાઇનમેન (ગ્રેડ-II)- 1 પદ
    >> ઇલેક્ટ્રીશિયન (ગ્રેડ-II)- 20 પદ

    શૈક્ષણિક લાયકાત

    આ પદો માટે અરજી કરનારા ઉમેદવારની પાસે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇની ડિગ્રી હોવી જોઈએ. સાથોસાથ અભ્યર્થીને ચાર વર્ષનો કામ કરવાનો પણ અનુભવ હોવો જોઈએ.

    ઉંમર મર્યાદા

    આ પદો પર અરજી કરનારા અભ્યર્થીની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ ભરતી સંબંધિત વધુ જાણકારી માટે અભ્યર્થી ઓફિશિયલ નોટિફિકેશનને જોઈ શકે છે.



    આ પણ વાંચો, Sarkari Naukri 2021: ધોરણ-8, ધોરણ-10 અને ધોરણ-12 પાસ માટે ભારતીય સેનામાં નોકરીની તક

    મહત્ત્વપૂર્ણ તારીખો

    અરજી કરવાની છેલ્લી તારીખ- 15 જુલાઈ 2021
    ઓફિશિયલ વેબસાઇટ- hindustancopper.com
    Published by:Mrunal Bhojak
    First published: