શરુ થઇ રહ્યો છે HCLનો 'HCL First Careers Program', આ રીતે કરો અરજી

આ ટ્રેનિંગનો સમય 6 મહિનાનો રહેશે (ફાઇલ તસવીર)

HCL First Careers program: આ ટ્રેનિંગમાં જોડાવા માટે તમારે એપ્લિકેશનને 4 સ્ટેપમાં કરવાની રહેશે. જેમાં રજીસ્ટ્રેશન, ઓનલાઇન કાઉન્સેલિંગ, ઓનલાઇન એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને છેલ્લે ઓનલાઇન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

  • Share this:
મુંબઈ: HCL એ IT સેક્ટરની સૌથી મોટી કંપની છે. એચસીએલ ટેક્નોલોજીએ ટેક્નોલોજી અને ITમાં પોતાનું કરિયર બનાવવા માંગતા ફ્રેશર એન્જીનિયર્સ પાસેથી તેના જોબ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ અરજીઓ મંગાવવાનું શરુ કર્યું છે. એચસીએલ ફર્સ્ટ કરિયર પ્રોગ્રામ (HCL First Careers program)એ પેઈડ પ્રોગ્રામ છે. જેમાં તમારે ફી ચૂકવીને ટ્રેનિંગ લેવાની રહેશે. આ પ્રોગ્રામ હેઠળ નોકરી મેળવવામાં સફળ થવા માટે જરૂરી ટેક્નિકલ, પ્રેકટીકલ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ જેવી સ્કિલ્સ શીખવવામાં આવે છે. જે ફ્રેશર આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂરો કરે છે તેમને એચસીએલ નોકરી પણ આપે છે.

એપ્લિકેશન કેવી રીતે કરવી

આ ટ્રેનિંગમાં જોડાવા માટે તમારે એપ્લિકેશનને 4 સ્ટેપમાં કરવાની રહેશે. જેમાં રજીસ્ટ્રેશન, ઓનલાઇન કાઉન્સેલિંગ, ઓનલાઇન એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને છેલ્લે ઓનલાઇન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. HCLની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન એપ્લિકેશન શરુ થઇ ગઈ છે.

જરૂરી લાયકાત

BE / B.Tech / MCA / M.Tech / M.Sc (IT / Computer Science)ની ડિગ્રી અને સાથે 0થી 2 વર્ષનો વ્યાવસાયિક અનુભવ ધરાવતા ભારતના તમામ લોકો અરજી કરી શકે છે.

લખનઉ, નાગપુર, મદુરાઈ અને વિજયવાડા શહેરોમાંથી જે લોકો B.Sc (IT/ Computer Science), B.Voc (CS/IT/Software Development) અને BCA ગ્રેજ્યુએટ હોય અને 0-2 વર્ષનો અનુભવ હોય તેવા લોકો જ આ પ્રોગ્રામમાં અરજી કરી શકે છે. ત્યારબાદ જે લોકોની પસંગી થશે તે લોકોને તાલીમ આપવામાં આવશે અને તેમના સંબંધિત શહેરોમાં જ મૂકવામાં આવશે.

આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ધોરણ 12 અને ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 65%થી વધુ હોવા જોઈએ. ગ્રેજ્યુએશનનું વર્ષ ખાસ કરીને 2018, 2019, 2020 અને 2021 હોવું જરૂરી છે. પસંદ કરેલા ઉમેદવારોને IT એન્જિનીયરની ભૂમિકા માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

આ પણ વાંચો: Job Alert: IBMમાં આ પોસ્ટ પર બમ્પર વેકેન્સી: પગાર અને લાયકાત સહિતની તમામ વિગતો અહીં જાણો

ટ્રેનિંગનો સમયગાળો

આ ટ્રેનિંગનો સમય 6 મહિનાનો રહેશે. જેમાંથી 3 મહિના વર્ચ્યુઅલ રીતે ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્રણ મહિના એચસીએલ ટેક્નોલોજીમાં પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે.

ટ્રેનિંગ પ્રોગ્રામ ફી

આ પ્રોગ્રામમાં જોડાવવા માટે તમારે 1.5 લાખની ફી પ્લસ તેના પર લાગતો ટેક્સ પણ ચૂકવવાનો રહેશે.

જો કોઈને બેંક લોનની સહાય લેવી હોય તો તે સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્રોગ્રામ HCLના સહાયક વિભાગ HCL ટ્રેનિંગ એન્ડ સ્ટાફ સર્વિસ દ્વારા હાથ ધરવામાં આવશે. જે લોકો પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂરો કરે છે, તે લોકોને એચસીએલમાં નોકરી પણ મળે છે.
Published by:Vinod Zankhaliya
First published: