Free Course: હાવર્ડ યુનિવર્સિટીમાં કમ્યુટર પ્રોગ્રામિંગના વિવિધ ફ્રી કોર્સ કરવાની તક, ફટાફટ મેળવો જાણકારી

હાવર્ડ યુનિવર્સિટીમાં ઓનલાઇન નિશુલ્ક કોર્સ આજે જ મેળવો માહિતી

Harvard University Free Online course: વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી ( Harvard university) પ્રોગ્રામરો અને કમ્પ્યુટર સાયન્સ વિદ્યાર્થીઓ માટે ઘણા નવા અને મફત ઓનલાઇન આપવામાં આવી રહ્યા છે.

  • Share this:
    વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી ( Harvard university) પ્રોગ્રામરો અને કમ્પ્યુટર સાયન્સ વિદ્યાર્થીઓ માટે ઘણા નવા અને મફત ઓનલાઇન અભ્યાસક્રમો સાથે (Harvard University Free Online Computer science Course) આવી છે. યુનિવર્સિટી કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ડોમેનમાં શ્રેષ્ઠ ઓનલાઈન અભ્યાસક્રમો માટે પ્રખ્યાત છે. હાવર્ડ દ્વારા સફળ કારકિર્દી બનાવવા માટે શીખવા માંગતા પ્રોગ્રામરો માટે મજબૂત પ્રોગ્રામિંગ કૌશલ્યો વિકસાવવામાં મદદ કરવા માટે મફત ઓનલાઇન કોર્સની જાહેરાત કરી છે.

    હાવર્ડ દ્વારા CS50 કાર્યક્રમના ભાગ રૂપે નવા અભ્યાસક્રમો ઓફર કરી રહી છે- જે કેમ્પસ પર અને ઓનલાઇન છે. દેશ વિદેશના મહત્વાકાંક્ષી પ્રોગ્રામરો માટે અહીં ટોચના પાંચ ઑનલાઇન અને મફત અભ્યાસક્રમો છે. કોઈ પણ વ્યક્તિ હાવર્ડની વેબસાઇટ પર જઈને આ અભ્યાસક્રમો વિશે માહિતી મેળવી શકે છે.

    ક્યા-ક્યા અભ્યાસક્રમો છે

    આ ઓનલાઇન અભ્યાસક્રમમાં હાવર્ડ દ્વારા અન્ડરસ્ટેન્ડિંગ ટેકનોલોજી, (CS50’s Understanding technology), ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ વીથ સ્ક્રેચ (CS50’s Introduction to Programming with Scratch) ઇન્ટ્રોડક્શન ટુ કમ્યુટર સાયન્સ (CS50: Introduction to Computer Science) ડેટા સાયન્સ મશીન લર્લિન (Data Science: Machine Learning) કમ્યુટર સાયન્સ ફોર બિઝનેસ પ્રોફેશનલ્સ (CS50's Computer Science for Business Professionals) યુઝિંગ પાયથન ફોર રિસર્ચ (CS50's Computer Science for Business Professionals)

    કોર્સ અંગેની ટૂંકી વિગતો























    ફ્રી ઓનલાઇન કોર્સ : હાવર્ડ યુનિવર્સિટી દ્વારા
    કોર્સ : કુલ 6 કોર્સ નિશુલ્ક
    ક્યા ક્યા કોર્સ છે : અન્ડરસ્ટેન્ડિંગ ટેકનોલોજી, ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ વીથ સ્ક્રેચ, ઇન્ટ્રોડક્શન ટુ કમ્યુટર સાયન્સ, ઇન્ટ્રોડક્શન ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વીથ પાયથન,  , ડેટા સાયન્સ મશિન લર્નિંગ
    પ્રક્રિયા : ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી અને શીખી શકાય છે
    ઓનલાઇન રજિસ્ટ્રેશન વિગતો માટે : હાવર્ડ યુનિવર્સિટીની આ લિંક પર સીધા ક્લિક કરી અને માહિતી મેળવો

    સમય ગાળો

    આ કોર્સ પૈકીના કેટલા કોર્સ 6 અઠવાડિયાના છે તો કેટલાક કોર્સ 3 અઠવાડિયાના છે. પ્રત્યેક કોર્સનો સમયગાળો જુદો જુદો છે. યુનિવર્સિટી દ્વારા અંગે એક વિગતવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક કોર્સની વિગતો છે. મુખ્યત્વે ગેમિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં કામ કરતા લોકો માટે આ શિખવાની ઉત્તમ તક છે.

    કેવી રીતે જોઈન કરી શકાય છે

    હાવર્ડ દ્વારા તેના શુલ્ક સાથેના અને નિશુલ્ક કોર્સની વિગતો આપવામાં આવી છે. આ તમામ કોર્સની વિગતો તેની વેબસાઇટ પર છે. આ ઓનલાઇન કોર્સ માટે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. કોઈ પણ વ્યક્તિ વેબસાઇટ પર જઈને માહિતી મેળવી અને કોર્સની વિગતો જાણી શકે છે. તમને જે વિષયમાં રસ હોય એ વિષયના કોર્સની માહિતી ઉપલબ્ધ કરી અને શરૂઆત કરી શકો છો.
    Published by:Jay Mishra
    First published: