Home /News /career /

GUJCET 2022ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો અરજી કરવાના STEPS અને અન્ય વિગતો

GUJCET 2022ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો અરજી કરવાના STEPS અને અન્ય વિગતો

GUCET 2022 Registration : ગુજકેટ 2022ની રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વાર કરો અરજી

GUJCET 2022 Registration Process : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 25 જાન્યુઆરીથી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

  GUJCET 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 25 જાન્યુઆરીથી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.orgની મુલાકાત લેવાની રહેશે. આ વેબસાઈટ પર વિદ્યાર્થીઓ નોંધણી કરાવી શકશે. વિગતો અનુસાર રજિસ્ટ્રેશન પ્રક્રિયા 5 ફેબ્રુઆરી 2022ના રોજ સમાપ્ત થશે.

  ઉલ્લેખનીય છે કે, ગુજકેટ એ ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને ડિપ્લોમા અભ્યાસક્રમો માટે કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાની પરીક્ષા છે.

  GUJCET 2022 મહત્વની તારીખો:

  ગુજકેટ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 25થી શરૂ થઈ ચૂક્યું છે. આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા 5 ફેબ્રુઆરી રોજ પૂર્ણ થશે. બોર્ડે હજી સુધી પરીક્ષા માટેની તારીખ જાહેર કરી નથી. દેશમાં કોવિડની પરિસ્થિતિને કારણે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી.

  GUJCET 2022 રજિસ્ટ્રેશન માટે કઈ વાતનું ધ્યાન રાખવું?

  ઉમેદવારોએ ચાર સ્ટેપ્સનું પાલન કરવાનું રહેશે. જેમાં રજિસ્ટ્રેશન, લોગિન, પેમેન્ટ અને એપ્લિકેશન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા એકવાર સત્તાવાર નોટિસ પર ધ્યાન આપવું જોઈએ. ઉમેદવારો યાદ રાખવું કે વિગતો ભરતી વખતે, નામ ભરતી વખતે તે ધોરણ 12ની પરીક્ષા ફોર્મ જેવું જ હોય તેની કાળજી રાખવી પડશે.

  GUJCET 2022 બોર્ડે ગુજકેટ માટે જરૂરી હાર્ડવેરની વિગતો નક્કી કરી છે. જે આ મુજબ છે.

  - 1024*768 પિક્સેલનું સ્ક્રીન રિઝોલ્યુશન
  - ઓછામાં ઓછી 1 જીબી રેમ. 2 GB ભલામણ કરવામાં આવે છે.
  - 1 GB ડિસ્ક સ્પેસની ઉપલબ્ધતા
  - ન્યૂનત્તમ Intel® Core™ i3 પ્રોસેસર (4એમ કેશ, 2.93 ગીગાહર્ટ્ઝ) અથવા તેનાથી વધુ

  GUJCET 2022 ડોક્યુમેન્ટની જરૂરિયાત

  jpg ફોર્મેટમાં ઉમેદવારોનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 50 KBથી વધુ સાઇઝનો નહીં. jpg ફોર્મેટમાં ઉમેદવારોના હસ્તાક્ષરની સ્કેન કરેલી નકલ, 50 કેબીથી વધુ સાઇઝની ન હોવી જોઈએ

  આ પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી માધ્યમમાં લેવામાં આવે છે. ઉમેદવારો પાસે આ ત્રણ ભાષાઓમાંથી કોઈપણ ભાષામાં અરજી ફોર્મ ભરવાનો વિકલ્પ હશે.

  આ પણ વાંચો : GPSC Class1-2 પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર, 5315 ઉમેદવારો ક્વોલિફાઈ, અહીંથી કરો ચેક

  GUJCET 2022 આ રીતે કરો ઓનલાઇન અરજી

  અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની ઓફિશિયલ વેબસાઇટ gujcet.gseb.org
  હોમપેજ પર જવાનું રહેશે. લિંક પર ક્લિક કરવાથી ગુજકેટ રજિસ્ટ્રેશન લખેલું જોવા મળશે.

  ત્યારબાદ ઉમેદવારોને રજિસ્ટ્રેશન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. જ્યાં તેઓએ નોંધણી કરાવવા માટે જરૂરી વિગતો દાખલ કરવી પડશે.

  હવે પછી apply online પર ક્લિક કરો. ત્યાંથી બીજા પેજ પર રીડાયરેક્ટ થયા પછી લોગ ઇન કરવા માટે ઇમેઇલ આઇડી/મોબાઇલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.

  આ પણ વાંચો : Vidhya Sahayak Bharti 2022: 3300 વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત બહાર પડી, આવી રીતે કરો અરજી

  ઉમેદવારોએ તમામ વિગતો આપીને અરજી ફોર્મ ભરવાનું શરૂ કરવું જોઈએ. માંગ્યા પ્રમાણેના દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફીની ચૂકવણી કરો. ગુજકેટ ફોર્મ સબમિટ કર્યા પછી એક નકલ ડાઉનલોડ અને પ્રિન્ટ કરવી હિતાવહ છે.

  ટૂંકી વિગતો  પરીક્ષાનું નામGUJCET 2022
  અરજી શરૂ થયાની તારીખ25-1-2022
  અરજી કરવાની અંતિમ તારીખ5-2-2022
  અરજી ફી300 રૂપિયા
  જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
  ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો  GUJCET 2022 અરજી માટે કેટલી ફી ભરવાની રહેશે

  ફોર્મ ભરવા માટે ઉમેદવારે ફી પેટે રૂ. 300 ઓનલાઈન ચૂકવવાના રહેશે.

  એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. સામાન્ય રીતે પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવામાં આવે છે અને પ્રશ્નપત્રમાં બાયોલોજી અથવા ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. ઉમેદવારોને કુલ 120 MCQ માટે 180 મિનિટનો સમય આપવામાં આવે છે. દરેક પ્રશ્નમાં 1 ગુણ હોય છે અને દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવે છે.
  First published:

  Tags: Gujcet, કેરિયર, પરીક્ષા, શિક્ષણ

  આગામી સમાચાર