Home /News /career /

Vidhyasahayak bharti 2022: રાજ્યમાં 3300 વિદ્યાસહાયકોની થશે ભરતી, શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત

Vidhyasahayak bharti 2022: રાજ્યમાં 3300 વિદ્યાસહાયકોની થશે ભરતી, શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત

Vidhyasahayak Recruitment 2022 : વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરતા શિક્ષણ મંત્રી વાઘાણીએ તેના વિલંબને વહિવટી પ્રક્રિયાના કારણે થયેલો વિલંબ ગણાવ્યો હતો.

Vidhyasahayak bharti: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા સારા સમાચાર, પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે જોકે વિદ્યાસહાયકની નોકરીની રાહ જોતા યુવાનોની સંખ્યા હજારોમાં

    Vidhyasahayak bharti: આજે રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે (Vidhyasahayak Bharti 2022) શિક્ષણ મંત્રી વાઘાણીએ (Jitu Vaghani) આજે આ અંગે ગાંધીનગરથી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે દિવ્યાંગોની ભરતીમાં ટકાવારી 3થી વધારી અને ચાર કરવાનો ભારત સરકારનો નિર્દેશ હતો તેના માટે પ્રક્રિયા વિલંબમાં (Vidhyasahayak Bharti 2022 Anouncement) હતી. હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહયકોની ભરતી થશે.

    ક્યા ધોરણમાં કેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે

    શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપેલી માહિતી મુજબ આગામી સમયમાં રાજ્યમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં ધોરણ એકથી પાંચમાં 1300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે જ્યારે ધોરણ 5-8માં 2000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે.

    વહિવટી પ્રક્રિયાના કારણે વિલંબ થયો

    વાઘાણીએ આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને વહિવટી વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે. જોકે, આ ભરતી ક્યારે થશે એ અંગે વાઘાણીએ કોઈ ચોક્કસ સમય આપ્યો નથી.

    આ પણ વાંચો : GTU Recruitment 2022: જીટીયુમાં ભરતી, 67,000 રૂપિયા સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    દિવ્યાંગોની ભરતીમાં ટકાવારી વધારવામાં આવી

    વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની જગ્યાઓની ભરતી બાબતે ભરતી પ્રક્રિયાના ભાગરુપે RPwD Act 2016 અન્વયે ભરતી માટે દિવ્યાંગતાની ટકાવારી 3 થી વધારી 4 % કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મંજૂરી મળી છે. RPwD Act 2016 અન્વયે કર્મચારીઓની ભરતી માટે દિવ્યાંગતાની ટકાવારી અને દિવ્યાંગતાના પ્રકાર નિયત કરવામાં આવેલ છે.

    વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની જગ્યાઓ માટે દિવ્યાંગતાની ટકાવારી તથા દિવ્યાંગતાનો પ્રકાર નિયત કરવાની બાબત વિચારણા હેઠળ હતી. જેને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મંજુરી મળી છે.



    સકારની પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. હવે વૈદ્યાનિક અને સંસદીય બાબતોના પરામર્શમાં જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ ભરતીની આગળની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવનાર છે.

    ટેટ ઉમેદવારો ગાંધીનગરની 'પૂનમો ભરી'

    ઉલ્લેખનીય છે કે આ ભરતીની જાહેરાત બહાર પડાવવા માટે રાજ્યભરમાંથી હજારો ટેટ પાસ યુવાનોએ ગાંધીનગરની પૂનમો ભરી છે. ટેટે પાસ યુવાનોના સંગઠનની રજૂઆત હતી કે તેઓ આ અંગે 40 વાર આવેદન પત્ર આપી ચુક્યા હતા પરંતુ સરકારી ધક્કે ચઢી ગયેલી આ ભરતી બહાર પડી રહી નહોતી. જોકે, રાજ્યમાં ચૂંટણીના વર્ષમાં આ ઉમેદવારોને સરકારી નોકરી મળે તેવી સ્થિતિ હવે ઉપસી રહી છે. જોકે, સરકાર ક્યારે પ્રક્રિયા શરૂ કરશે અને પૂર્ણ કરશે તે પણ જોવું રહ્યુ
    Published by:Jay Mishra
    First published:

    Tags: જીતુ વાઘાણી, ભરતી, શિક્ષકો, શિક્ષણ મંત્રી, સરકારી નોકરી

    આગામી સમાચાર