Home /News /career /Gujarat Tourism Recruitment 2021: ગુજરાત ટુરિઝમમાં ભરતી, 50,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

Gujarat Tourism Recruitment 2021: ગુજરાત ટુરિઝમમાં ભરતી, 50,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

Gujarat Tourism Recruitment 2021 : ગુજરાત ટુરિઝમમાં કરાર આધારિત નોકરીઓની ભરતી

Gujarat Tourism Recruitment 2021: જાણો કઈ કઈ પોસ્ટ પર છે નોકરી, કોણ કોણ કરી શકે છે અરજી, અરજી કરવાની અંતિમ તારીખ અને પ્રક્રિયા શું છે

Gujarat Tourism Recruitment 2021: ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત (Tourism Corporation if Gujarat) દ્વારા ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism Recruitment 2021) માટે કરાર આધારિત નોકરીઓની ભરતી બહાર પાડવામાં આવી છે. મેનેજર સહિતની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી ગઈ છે અને આગામી 23મી નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી અને ભરતીમાં શામેલ થઈ શકાય છે. આ ભરતી આસિસ્ટન્ટ જનરલ મેનેજરથી લઈને એન્જિનિયર સહિતની વિવિધ પોસ્ટ માટે ભરતી છે.આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

ઉમેદવારોએ ગુજરાત ટુરિઝમના પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરાવી અને પહેલાં એપ્લિકેશન કરવાની રહેશે. ત્યારબાદ તેની ઓનલાઇન ફી ચુકવવાની રહેશે. દરેક પોસ્ટ માટેનો શૈક્ષણિક લાયકાત અને અનુભવનો અભ્યાસ કર્યા પછી જ ઉમેદવારોએ નોકરી માટે અરજી કરવી હિતાવહ છે.

જગ્યા

આ ભરતીમાં આસિસ્ટિન્ટ જનરલ મેનેજર (માર્કેટિંગ પ્રમોશન)ની 1, આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સઃ) 1, આસિસ્ટન્ટ જનરલ મેનેજર (સ્કિલ) 1, આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ)ની 01, ડેપ્યુટી એન્જિનિયરની 3, ડેપ્યુટી મેનેજર (ફાઇનાન્સ)ની 02, ડેપ્યુટી મેનેજર એચ.આર. એડમીનની 01, ડેપ્યુટી મેનેજર આઈટીની 01, ડેપ્યુટી મેનેજર સ્કિલની 01, ડેપ્યુટી મેનેજર ઇન્વેસ્ટમેન્ટ 01ની, ડેપ્યુટી મેનેજર પીપીપીની 01, ડેપ્યુટી મેનેજર ઇવેન્ટ્સની 01 જગ્યા બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો : BHEL Recruitment 2021: યંગ પ્રોફેશનલ્સ માટે સરકારી નોકરી, મહિને મળશે રૂ. 80,000 સુધી પગાર

શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અનુભવ

દરેક પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત, પગાર અને ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉંમર મર્યાદા,પગાર અને લાયકાતનો અભ્યાસ કરી અને આવેદન કરવાનું રહેશે. નોકરી કરાર આધારિત છે તે આવેદન કરતાં પહેલાં ચોક્કસપણે અભ્યાસ કરવો.

પસંદગી પ્રક્રિયા

ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારની રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટમાં 100 માર્કનું પેપર પૂછાશે જેમાં 0.25 માર્ક નેગેટિવ માર્ક કાઉન્ટ થશે. આ ટેસ્ટમાં 10 માર્કનું ગણિત, 10 માર્કનું લોજિકલ રિઝનિંગ, 10 માર્કનું ગ્રામર, 10 માર્કનું ગુજરાતી ગ્રામર, 10 માર્કનું કરન્ટ અફેર, 10 માર્કનું હિસ્ટ્રી, 10 માર્કનું ભુગોળ, 30 માર્કનું જનરલ નોલેજ પૂછાશે.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા :15
શૈક્ષણિક લાયકાત :દરેક પોસ્ટ માટે અલગ + અનુભવ
પસંદગી પ્રક્રિયા :ટેસ્ટ + ઈન્ટરવ્યૂ
આવેદન કરવાની ફી :500 જનરલ કેટેગરી-250ઓબીસી ઈડબલ્યૂએસ રૂપિયા
ઓનલાઇન આવેદન કરવાની અંતિમ તારીખ :23-11-2021
પગાર :50,000 રૂપિયા સુધી
ભરતીની જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે :અહીંયા ક્લિક કરો



આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોની ફરીથી એક પરીક્ષા લેવાશે જેમાં પણ વિષયને લગતા ઓબ્જેક્ટિવ સવાલો પૂછાશે. ત્યારબાદ તેમનાથી પસંદ થનારા ઉમેદવારોને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવેલા ઉમેદવારોનાં ઇન્ટરવ્યૂ થશે અને તેના આધારે પસંદગી થશે.

આ પણ વાંચો :  CSB Recruitment 2021: ધો.10-12 પાસ માટે ભરતી, 27,000 રૂપિયા સુધી મળશે પગાર

ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફી

આ નોકરી માટે ગુજરાત ટુરિઝમના પોર્ટલ પર અહીંયા ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરી શકાશે. નોકરી માટેની અરજી કરવા માટે જનરલ કેટેગરીની 500, ઓબીસી ઈડબલ્યુએસની 200 અને એસસી/એસટીની નિશુલ્ક ફી રાખવામાં આવી છે.
First published:

Tags: Gujarat Tourism, Jobs, Sarkari Naukri

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો