Home /News /career /GSECL Recruitment 2023: વિદ્યુત સહાયકની ભરતી માટે આ રીતે અરજી કરો, જાણી લો પગાર સહિત જરુરી વિગતો

GSECL Recruitment 2023: વિદ્યુત સહાયકની ભરતી માટે આ રીતે અરજી કરો, જાણી લો પગાર સહિત જરુરી વિગતો

GSECL Recruitment of VIDYUT SAHAYAK: જો તમે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હોવ તો ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિક કોર્પોરેશનમાં સારી તક આવી છે. બે અલગ-અલગ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

GSECL Recruitment of VIDYUT SAHAYAK: જો તમે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હોવ તો ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિક કોર્પોરેશનમાં સારી તક આવી છે. બે અલગ-અલગ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Government Jobs: ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં વિદ્યુત સહાયક (જૂનિયર આસિસ્ટન્ટ અને જૂનિયર એન્જિનિયર) પદ પર ભરતી આવી છે. તેના માટે ઓનલાઈન અરજી GSECLની વેબાસાઈટ gsecl.in પર જઈને કરી શકો છો. ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિકલ કોર્પોરેશન લિમિટેડ વિદ્યુત સહાયકની ભરતી માટે તમારી યોગ્ય અને જરુરી લાયકાત માટે નીચે વિગતો રજૂ કરવામાં આવી છે. આ પદ માટેની ભરતી પરીક્ષા માટે અરજી પ્રક્રિયા 3 જાન્યુઆરીથી શરુ થઈ ગઈ છે. અરજી માટેની અંતિમ તારીખ 23 જાન્યુઆરી છે. જો તમે આ નોકરી માટે રસ ધરાવતા હોવ અને લાયક હોવ તો અંતિમ દિવસોમાં થનારા ટ્રાફિકની રાહ જોયા વગર આજે જ તમારું ફોર્મ ભરી શકો છો.

    GSECL Recruitment 2023: વિદ્યુત સહાયકની ભરતી અને તેને લગતી મહત્વની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.


    જૂનિયર આસિસ્ટન્ટનો પગાર
    પહેલા વર્ષે ટ્રેનિંગ દરમિયાનઃ 17,500 રૂપિયા
    બીજા વર્ષની ટ્રેનિંગ દરમિયાનઃ 19,0000 રૂપિયા
    ત્રીજા વર્ષની ટ્રેનિંગ દરમિયાન 20,500 રૂપિયા
    ટ્રેનિંગ પછી 25,000 - 55,800 રૂપિયા પ્રતિ માસ

    જૂનિયર એન્જિનિયરનો પગાર
    પહેલા વર્ષે 37,000 રૂપિયા પ્રતિ માસ
    બીજા વર્ષે 39,000 રૂપિયા પ્રતિ માસ

    GSECL Recruitment 2023: વિદ્યુત સહાયકના પદ માટે જરૂરી લાયકત
    જૂનિયર આસિસ્ટન્ટઃ ફૂલ ટાઈમ BA, B-Com, BSC, BCA અને BBAમાં ઓછામાં ઓછા 55 ટકા મેળવેલા હોવા જોઈએ. આ સાથે કમ્પ્યુટરનું જ્ઞાન અને અંગ્રેજી તથા ગુજરાતી ભાષા પર પકડ જરુરી છે.

    જૂનિયર એન્જિનિયરઃ ફુલ ટાઈમ BE/B-Tech (એનવાયરમેન્ટ)માં ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ. કમ્યુટર ઓપરેશનનું નોલેજ અને અંગ્રેજી તથા ગુજરાતી પર સારી પકડ જરુરી છે.

    GSECL Recruitment 2023: વય મર્યાદા


    જૂનિયર આસિસ્ટન્ટ
    જનરલઃ 31 વર્ષ
    EWS અને અનામત વર્ગ માટેઃ 36 વર્ષ

    જૂનિયર એન્જિનિયર
    જનરલઃ 36 વર્ષ
    EWS અને અનામત વર્ગ માટેઃ 41 વર્ષ

    GSECL Recruitment 2023: જાણી લો વિદ્યુત સહાયક ભરતી માટે કઈ રીતે અરજી કરશો
    - સૌથી પહેલા GSECLની વેબસાઈટ www.gsecl.in પર જાવ.
    - હવે ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
    - જરુરી તમામ વિગતો ભરો.
    - ફોર્મ સબમિટ કરી દો.

    GSECL Vidyut Sahayak JE Notification


    GSECL Vidyut Sahayak JA Notification


    GSECL Recruitment 2023: વિદ્યુત સહાયક ભરતી માટે ભરવાની ફી
    જનરલ, SEBC અને EWS માટે 500 રૂપિયા ફી
    SC, ST અને દિવ્યાંગ માટે 250 રૂપિયા ફી
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Recruitment, નોકરી, ભરતી, સરકારી નોકરી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन