Gujarat Rojgar Bharti Melo 2022 : અત્યારે ચારે બાજુથીસરકારી નોકરીઓબહાર પડી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ રોજગાર ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે. નિયામક, રોજગાર અને તાલીમ (Gujarat Rojgar Bharti Melo 2022) દ્વારા સંચાલિત વિવિધ જિલ્લાઓ માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી - ગાંધીનગર દ્વારા ગુજરાત રોજગાર ભારતી મેળો 2022 માટે ટેલિફોન, ગૂગલ મીટ, સ્કાયપે વગેરે દ્વારા ઓનલાઈન(Online job 2022) ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇચ્છુક નોકરીદાતાઓ તેમજ ઉમેદવારોએ નીચે આપીલી લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
શૈક્ષણિક લાયકાત : એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, સ્નાતક, માસ્ટર ડિગ્રી. વધુ વિગત માટે અધિકૃત જાહેરાત વાંચો.
કઈ રીતે અરજી કરવી : - ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરીને જે તે જિલ્લો પસંદ કરી ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.
- રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે. - વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
અરજી માટેની તારીખ : 19/07/2022થી 29/07/2022 નોંધ : ભરતી સંબંધિત માહિતી માટે જરૂરી વેબ સાઈટ anubandham.gujarat.gov.in
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ - 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આમ અરજી કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર