Jobs and Career: ગુજરાતમાં વિવિધ સંસ્થાઓમાં સરકારી નોકરીઓની બમ્પર ભરતીઓ બહાર પડી છે ત્યારે હવે કમિશ્નર ગ્રામ વિકાશ કચેરી ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ભાગ 2 યોજના અંતર્ગત SWM કન્સલ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી સંબંધિત જરૂરી માહિતી નીચે મુજબની છે.
ભરતી સંબંધિત માહિતી
સંસ્થા: કમિશનર ગ્રામ વિકાસ કચેરી
જગ્યાનું નામ: SWM કન્સલ્ટન્ટ
કુલ ખાલી જગ્યા: 1
શૈક્ષણિક લાયકાત: ME/Mtech. (માસ્ટર ઓફ એન્જીનીયરીંગ ઈન એન્વાયરમેન્ટ/કોમ્પ્યુટર)
નોંધ: આ ભરતી 11 મહિનાના કરાર આધારિત રહેશે. તેમજ તમારી અરજી નક્કી કરેલા સમય બાદ મળશે તો માન્ય ગણાશે નહિ. વધુ માહિતી અને અરજી ફોર્મ માટે સત્તાવાર વેબસાઈટ www.ruraldev.gujarat.gov.in નો ઉપયોગ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા ફરીથી વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 245 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીપીએસીએ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવી વિવિધ 245 પદો માટે ભરતી બહાર પાડી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો 09/09/2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રેહશે.
નોટિફિકેશન
જીપીએસસી દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનરની નોકરીઓ શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે.