ગુજરાત પોલીસમાં ભરતી: PSI, ટેક્નીકલ ઓપરેટર માટે 1 સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે; LRD માટે ટૂંક સમયમાં જાહેરાત

ગુજરાત પોલીસમાં ભરતી (પ્રતીકાત્મક તસવીર)

Gujarat PSI Recruitment 2021: આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. 1 ઓક્ટોબરથી 20મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.

  • Share this:
    ગાંધીનગર: પોલીસ વિભાગમાં (Gujarat police) નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારી તક આવી છે. ટેક્નીકલ ભરતી બોર્ડ અને અધિક પોલીસ મહાનિર્દેશક, ગાંધીનગરની એક યાદી પ્રમાણે આવતીકાલ (1 ઓક્ટોબર)થી કુલ 333 જગ્યા માટે ઓનલાઇન અરજી (Online application) કરી શકાશે. જેમાં ગુજરાત પોલીસ દળના વાયરલેસ વિભાગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) (વાયરલેસ) તથા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ટેક્નીકલ ઓપરેટર (Technical operator)ની કુલ 333 પોસ્ટ પર અરજી મંગાવવામાં આવી છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. 1 ઓક્ટોબરથી 20મી સપ્ટેમ્બર સુધી ઉપરની પોસ્ટ માટે અરજી કરવાની રહેશે.

    નોટિફિકેશન તારીખ: 28-09-2021
    અરજી ક્યારથી કરી શકાશે: 01-10-2021
    અરજી કરવાની અંતિમ તારીખ: 20-10-2021

    પોસ્ટનું નામ: પોલીસ સબ ઇન્સ્પેક્ટર-PSI (વાયરલેસ)
    પોસ્ટની સંખ્યા: 62

    પોસ્ટનું નામ: ટેક્નીકલ ઓપરેટર
    પોસ્ટની સંખ્યા: 236

    પોસ્ટનું નામ: પોલીસ સબ ઇન્સ્પેક્ટર-PSI (એમ.ટી.)
    પોસ્ટની સંખ્યા: 35

    કુલ પોસ્ટ: 333

    અરજી કેવી રીતે કરશો?

    ઉપરની પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી જ કરવાની રહેશે. 1 ઓક્ટોબરથી બપોરના 14:00 વાગ્યાથી અરજી કરી શકાશે. આ માટે જરૂરી સૂચનાઓ પણ આ વેબસાઇટ પર આપવામાં આવશે.

    નોટિફિકેશન


    LRD ભરતી (LRD recruitment 2021- Gujarat)

    ગુજરાતમાં 10,988 પોલીસની ભરતી માટે હવે લોકરક્ષક દળ એટલે કે LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલને નિયુક્ત કરવામા આવ્યા છે. હવે આ બોર્ડમાં કુલ પાંચ સભ્યો હશે. જે બાદમાં બહુ ઝડપથી એલઆરડીની પરીક્ષા (LRD examination) માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એલઆરડીની પરીક્ષામાં પેપર લીક અને મહિના અનામત ઠરાવને લઈને વિવાદ થયા હતા.

    નવા બનેલા બોર્ડમાં કોણ?

    1) IBના વાબાંગ જમીર
    2) નીરજ બડગૂજર, SP (સાબરકાંઠા)
    3) ડૉ. લીના પાટિલ, SP (પંચમહાલ)
    4) ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી
    5) હસમુખ પટેલ (અધ્યક્ષ)

    કેટલી પોસ્ટ પર ભરતી?

    કૉન્સ્ટેબલ: 5,488 પોસ્ટ (બિન હથિયારી)
    કૉન્સ્ટેબલ: 1,050 પોસ્ટ (હથિયારી)
    SRPF: 4,450 પોસ્ટ
    કુલ: 10,988 જગ્યા

    આ પણ વાંચો: IBPS Jobs: IT Engineer અને Professor સહિત અનેક પદો પર ભરતી, એક લાખ સુધી મળશે પગાર

    અરજી ક્યારથી કરી શકાશે?

    બહુ ઝડપથી વિભાગ તરફથી આ મામલે નોટિફિકેશ જાહેર કરવામાં આવશે. જે બાદમાં ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. અન્ય વિગતો પણ વેબસાઇટ પર જ જાહેર કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published: