Home /News /career /

PSI-LRD ભરતી: PSI-શારીરિક કસોટી માટે 1191 ઉમેદવારોની બદલાયેલી તારીખનું લિસ્ટ જાહેર, કાલે એક મેદાન પર ટેસ્ટ નહીં યોજાય

PSI-LRD ભરતી: PSI-શારીરિક કસોટી માટે 1191 ઉમેદવારોની બદલાયેલી તારીખનું લિસ્ટ જાહેર, કાલે એક મેદાન પર ટેસ્ટ નહીં યોજાય

PSI LRD પીએસઆઈ અને એલઆરડીના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ

Gujarat Police Recruitment : PSI-LRD ભરતીમાં શારીરિક કસોટીની તારીખ (PET) 1191 ઉમેદવારો માટે બદલાઈ, અહીંથી સીધા ચેક કરો લીસ્ટ

    PSI LRD Recruitment: રાજ્યમાં ગુજરાત પોલીસની પોલીસ સબ ઇન્સપેક્ટર અને એલઆરડી (PSI-LRD Recruitment)ની શારીરિક કસોટીઓ યોજાઈ રહી છે. દરમિયાન 3 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કસોટીમાં કેટલાક કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવા માંગતા ઉમેદવારો માટે નવી તારીખો ફાળવવામાં આવી છે. હાલમાં પીએસઆઈની ફિઝિકલ ટેસ્ટ માટે 1191 ઉમેદવારોને નવી તારીખ (Revised Dates for PSI Physical Test) આપવામાં આવી છે અને તેમનું નામ સાથેનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જે લોકોના નામ બાકી છે તેમના માટે આવતીકાલ સુધીમાં નિર્ણય થઈ જશે. આ લિસ્ટ સાથે કેટલીક અગત્યની સૂચના પણ આપવામાં આવી છે.

    લગ્ન-મરણ પ્રસંગ અને બંને ટેસ્ટની એક જ તારીખ અલગ અલગ સ્થળ પર આવતી હોવાના કિસ્સામાં આ તારીખો બદલવામાં આવી છે. આ તારીખ સાથે હવે નવા લિસ્ટમાં 1191 ઉમેદવારોની અરજીને માન્ય રાખતા નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવું લિસ્ટ જોવા માટે ડાયરેક્ટ લિંક પણ આપવામાં આવી છે.

    ક્યાંથી જોવા મળશે નવું લિસ્ટ : 1191 ઉમેદવારો પોતાની બદલાયેલી તારીખનું નવું લિસ્ટ જોવા માટે અહીંયા ક્લિક કરી અને સીધી યાદી જોઈ શકશે. આ ઉપરાંત. નીચેની સૂચનાઓનં પાલન કરવાનું રહેશે

    નવું લિસ્ટ જોવા માટે અહીંયા ક્લિક કરો

    સૂચના : પીએસઆઈની બદલાયેલી તારીખના કિસ્સામાં ઉમેદવારોએ જૂનો કોલ લેટર લઈને શારીરિક કસોટીમાં જવાનું રહેશે. બાકી રહી ગયેલા ઉમેદવારો માટે હવે પછી માહિતી બહાર પાડવામાં આવશે.

    આ પણ વાંચો :  Sarkari Naukri: 10 અને ITI પાસ માટે CCLમાં નોકરીની અંતિમ તક, 7,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે

    એકથી વધુ કોલ લેટરની અરજી કરી હોય તો

    એકથી વધુ કોલલેટરવાળા ઉમેદવારોએ બોર્ડને અરજી કરી હોય તેમણે બોર્ડના જવાબની રાહ જોવાની જરૂર નથી. તે તો બોર્ડનો રેકોર્ડ સરખો કરવા માટે છે જેથી કોઇ ઉમેદવારના ગુણ મૂકવાના બાકી રહી ન જાય. ઉમેદવારે કોલ લેટરની સુચના ક્રમાંક 1 મુજબ પહેલા આવતી તારીખે કસોટી આપવાની રહેશે.

    કાલે આ મેદાન પર નહીં યોજાય કસોટી

    કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન થતાં આવતીકાલ તારીખ 6/12/2021 ના રોજ એસઆરપી ગૃપ વાવ., સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. રાજ્યમાં અન્ય 14 જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે.

    આ પણ વાંચો : Sarkari Naukari: વન વિકાસ નિગમ લિ.માં ભરતી, 40,000 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

    મોકૂફ રાખવામાં આવેલી કસોટીઓ અંગે

    મોકૂફ રાખવામાં આવેલી શારીરિક કસોટી હવે પછી ક્યારે લેવી તે અંગેનો નિર્ણય બંને બોર્ડ દ્વારા આવતીકાલે લેવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: LRD, Recruitment 2021, પીએસઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन