Home /News /career /

PSI-LRD ભરતીના મેદાનની યાદી, ગોંડલમાં રહેવાની વ્યવસ્થા થઈ, અન્ય સ્થળો માટે સંસ્થાઓને અપીલ

PSI-LRD ભરતીના મેદાનની યાદી, ગોંડલમાં રહેવાની વ્યવસ્થા થઈ, અન્ય સ્થળો માટે સંસ્થાઓને અપીલ

PSI LRD Recruitment 2021 : પીએસઆઈ એલઆરડીની ભરતી માટે આ ગ્રાઉન્ડ માટે રહેવાની વ્યવસ્થા કરવા અપીલ

PSI-LRD ભરતીની શારીરિક કસોટી (PSI-LRD Physical Test Ground List) 3 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધી આ ગ્રાઉન્ડ પર થશે. હસમુખ પટેલનું ટ્વીટ; નગરપાલિકા જિલ્લા પોલીસ વડાને વ્યવસ્થા કરવા અપીલ

    PSI-LRD Recruitment: રાજ્યમાં આગામી 3 ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી સુધી કુલ 15 મેદાનો (PSI-LRD Physical Test Grounds List) પર પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી યોજાશે. આ કસોટી માટે જે સ્થળો પર શારીરિક કસોટી યોજાવાની છે ત્યાં આવતા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવા માટે ભરતી પ્રક્રિયાના વડા હસમુખ (IPS Hasmukh Patel) પટેલ દ્વાર અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે ગોંડલ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આવી રહેવાની વ્યવસ્થા કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરપાલિકાઓ અને સંસ્થાઓને વિનંતી કરવામાં આવી છે.

    ગોંડલમાં રહેવાની વ્યવસ્થા : ગોંડલ મેદાન માટે જે ઉમેદવારોનો નંબર હોચ તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવાાં આવી છે. ગોંડલમાં સ્મશાન રોડ પર આવેલા શેલ્ટર હોમમાં 400 યુવાનોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શેલ્ટર હોમમાં પીવાનું પાણી અને નહાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

    આ પણ વાંચો : PSI-LRD ભરતીના કોલલેટર માટે 3 હેલ્પલાઇન નંબર શરૂ, શારીરિક કસોટી માટે મહત્ત્વની તારીખ જાહેર

    અન્ય સંસ્થાઓને અપીલ

    દરમિયાન ગોંડલ જેવી વ્યવસ્થા કરવા માટે ભરતી પ્રક્રિયાના વડા હસમુખ પટેલ દ્વારા ટ્વીટ પરથી સ્વૈચ્છિત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પોલીસને વિનંતી કરવામાં આવી છે. આગામી એક બે દિવસમાં આ અંગેની વધુ માહિતી આવી શકે છે.

    પુરૂષ અને મહિલા ઉમેદવારોની કસોટીના સ્થળના સરનામા







































































    1. પોલીસ હેડક્વાર્રટ, સબ જેલ નજીક હિંમતનગર
    2. પોલીસ હેડ ક્વાર્ટર, સિવિલ હૉસ્પિટલની બાજુમાં. મહેસાણા
    3. SRP ગૃપ-7 જલારામ મંદિરની સામે, નડિયાદ
    4. પોલીસ હેડ ક્વાર્ટર, ખેડા
    5. SRPF ગૃપ-5 પંચમહાલ ડેરીની બાજુમાં, ગોધરા
    6. SRPF ગૃપ-11, નેશનલ હાઇવે નંબર 8-એ, વાવ- સુરત
    7. SRPF ગૃપ-11, નેશનલ હાઇવે નંબર 8-એ, વાવ- સુરત
    8. પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખા રોડ, જૂનાગઢ
    9. SRPF ગૃપ-8 કોટડા સાંગાણી રોડ, ગોંડલ
    10. જવાહર પોલીસ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટર સામે, સુરેન્દ્રનગર
    11. પોલીસ હેડક્વાર્ટર, ચિત્તલ રોડ, અમરેલી
    12. પોલીસ હેડ ક્વાર્ટર, વિદ્યામંદીર હાઇસ્કૂલની બાજુમાં, પાલનપુર
    13. હેમચંદ્ર આચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, રાજમહેલ રોડ, પાટણ
    00 મહિલા ઉમેદવારો માટે
    01. SRPF ગૃપ-12, ગાંધીનગર સેક્ટર 27
    02. પોલીસ હેડ ક્વાર્ટર, SP ઓફિસની બાજુમાં સિવિલ લાઇન, ભરૂચ
    03 પોલીસ હેડ ક્વાર્ટર, SP ઓફિસની બાજુમાં સિવિલ લાઇન, ભરૂચ



    રિપોર્ટિંગ ટાઇમની સૂચના

    રિપોર્ટિંગ ટાઈમ પ્રમાણે ઉમેદવારને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. 6 વાગ્યાના રિપોર્ટિંગ ટાઈમ વાળા ઉમેદવારને 7 વાગ્યાના ટાઈમ વાળા ઉમેદવારથી પહેલા પ્રવેશ આપવામાં આવશે. પરંતુ 7 વાગ્યાના ઉમેદવારોનો પ્રવેશ શરૂ થયા બાદ આવનાર છ વાગ્યાના ઉમેદવારને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

    બે કોલ લેટર મળ્યા હોય તેમના માટે : બે કોલ લેટર વાળા ઉમેદવારોની અરજી અંગેનો નિર્ણય વેબસાઇટ પર મુકવામાં આવશે. ઉમેદવારો વેબસાઈટ જોતા રહે

    ઉમેદવારને કોઇપણ કારણસર બે કોલલેટર મળેલ હોય તો બંનેમાંથી પહેલી આવતી તારીખે તેમણે શારીરિક કસોટી આપવાની રહેશે. તે તારીખે તે શારીરિક કસોટી નહીં આપે તો તે પછીની તારીખે શારીરિક કસોટી આપી શકશે નહીં.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन