Home /News /career /

PSI-LRD ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ

PSI-LRD ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ

PSI LRD Call Letters Important Notice : પીએસઆઈ અને એલઆરડીના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ

PSI LRD Recruitment Call Letters: PSI-LRD ભરતીના ઉમેદવારો માટે આ સૂચનાઓ ભરતી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. ભરતી વડા હસમુખ પટેલ (Hasmukh Patel) ટ્વીટર પર પણ સતત માહિતી આપી રહ્યા છે.

    PSI LRD Recruitment Call Letters: રાજ્યમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે કોલ લેટર શુક્રવારે રાત્રે 8.50 કલાકે જાહેર થઈ ગયા છે. અનેક ઉમેદવારોએ બે અરજી કરી હોવાના કારણે તેમને એક કરતા વધુ કોલ લેટર મળ્યા છે ત્યારે ભરતી પ્રક્રિયામાં એક કરતા વધુ મળેલા કોલ લેટર રદ કરાવવા માટે અરજી કરવાની રહેશે (PSI LRD Recruitment Important Notice for Candidate). PSI-LRD ભરતીના ઉમેદવારો માટે આ સૂચનાઓ ભરતી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. ભરતી વડા હસમુખ પટેલ ટ્વીટર પર પણ સતત માહિતી આપી રહ્યા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારો માટે સરળતાથી આ સૂચના ઉપલબ્ધ કરાવી છે. અહીંયા કેટલીક મહત્ત્વની સૂચના અને કોલ લેટર રદ કરાવવા માટે શું કરવું તેની માહિતી આપવામાં આવી છે.

    એક કરતા વધુ કોલ લેટર મળ્યા છે તેમણે શું કરવું : જે ઉમેદવારો ને એકથી વધારે કોલલેટર મળેલ છે તેઓએ ભરતી બોર્ડની વેબસાઇટ https://lrdgujarat2021.in પર આપેલા નમુના મુજબના ફોર્મ માં ભરતી બોર્ડને ટપાલથી અરજી કરવાની રહેશે. રૂબરૂ આવી સમય અને નાણાંનો વ્યય કરવાની જરૂર નથી. ઉમેદવારો તૈયારી પર ધ્યાન આપે. આ અરજી શારીરિક કસોટીના 3 દિવસ પહેલાં મળવી જરૂરી છે.

    જે ઉમેદવારને બે કોલલેટર મળેલ છે તેઓએ પહેલા આવતી તારીખે શારીરિક કસોટી આપવાની રહેશે અને બીજો કોલ લેટર રદ કરવા માટે બોર્ડને અરજી કરવાની રહેશે. પહેલા આવતી તારીખે શારીરિક કસોટી ન આપનાર ઉમેદવાર પછીની તારીખે શારીરિક કસોટી આપી શકશે નહીં.

    નામ-અટકમાં ભૂલ થઈ હતી તો

    જે ઉમેદવારોને પોતાના નામ, પિતા/પતિનું નામ અને અટકમાં અરજી કરતી સમયે ભુલ થયેલ છે તેવા ઉમેદવારને જે કોલલેટર મળેલ છે તે તથા ઓળખપત્રના અસલ પુરાવા સાથે રાખવાથી પરીક્ષા આપી શકે છે.

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર માટે 3 હેલ્પલાઇન નંબર શરૂ, શારીરિક કસોટી માટે મહત્ત્વની તારીખ જાહેર

    પહેલા કોલ લેટરની તારીખે પરીક્ષા આપવાની રહેશે

    કોઇપણ કારણસર ઉમેદવારને એકથી વધુ કોલલેટર/કોલલેટરો મળેલ હોય તો તે પૈકી જે કોલલેટરની તારીખ પહેલા આવતી હોય તે તારીખે શારીરીક કસોટી આપવાની રહેશે અને અન્ય કોલલેટર/કોલલેટરો રદ્દ ગણવાના રહેશે. જો કોઇ ઉમેદવાર બન્ને કોલલેટર ઉપર શારીરીક કસોટી આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને PSI તથા લોકરક્ષક(LRD)ની આ ભરતી માટે ગેરલાયક ઠરાવવામાં આવશે, તેમજ ભવિષ્યમાં લેવાનાર રાજય સરકાર હસ્તકની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે.

    PSI અને LRD બંને માટે અરજી કરી હોય તો

    જે ઉમેદવારોએ PSI કેડર તથા લોકરક્ષક (LRD) કેડર બંને માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારોનાં કોલલેટરમાં PSI ઉપરાંત લોકરક્ષકનો પણ કન્ફર્મેશન નંબર દર્શાવવામાં આવેલ છે અને આવા ઉમેદવારોને તેમની દોડના સમયના આધારે PSI તથા લોકરક્ષક એમ બન્ને માટે અલગથી ગુણ આપવામાં આવશે.

    જો PSI કેડર તથા લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ હોય અને PSI ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફર્મેશન નંબર ના હોય તો તેવા ઉમેદવારે ભરતી બોર્ડના સરનામે (બંગલા નં. ગ-12, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-9, ગાંધીનગર ખાતે) તા.03/12/2021 સુધીમાં મળે તે રીતે અરજી કરવાની રહેશે. જેથી તેના લોકરક્ષકના ગુણ આપવાના બાકી રહી ન જાય.



    શારીરીક કસોટી માટે તારીખ બદલવા અંગે સુચનાઓઃ

    જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણસોર શારીરીક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે PSI ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરીતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર પીન કોડ-382007 અને લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-12, સરીતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર પીન કોડ-382007 ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે.

    નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણસોર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં

    (1) ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો

    (2) ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરિક્ષાના કિસ્સામાં (પરિક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરિક્ષાનો દિવસ/દિવસો અને પરિક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરીક કસોટી હોય તો)

    (3) ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય તો

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

    શારીરિક કસોટીની 3 દિવસ પહેલાં અરજી મળવી જરૂરી

    ખાસ નોંધઃ શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-3 પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારની અરજી મળયા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે તથા જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat police, LRD, કેરિયર, પીએસઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन