Home /News /career /LRD Result: એલઆરડીની શારીરિક કસોટીમાં 2,94,000 ઉમેદવારો પાસ થયા, અહીંથી ચેક કરો પરિણામ

LRD Result: એલઆરડીની શારીરિક કસોટીમાં 2,94,000 ઉમેદવારો પાસ થયા, અહીંથી ચેક કરો પરિણામ

LRD Exam call Letter: લોકરક્ષક દળની પરીક્ષાની (LRD Exam)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ (LRD) કરવાની તારીખ વધુ એક દિવસ લંબાવાઈ છે. LRDના કોલ લેટર અગાઉ 3 એપ્રિલથી ઓનલાઇન થવાના હતા. જોકે, આ તારીખે રવિવાર હોવાથી વધુ એક દિવસ તારીખ લંબાવવામાં આવી છે. ભરતી વડા હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.

LRD physical Test Result: રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીની કસોટીની શારીરિક કસોટીનુ પરિણામ જાહેર કરવામાં આવી છે. વાંધા અરજી 28-2-2022 સુધીમાં આવી રીતે કરી શકાશે.

    રાજ્યમાં લેવાયેલી લોક રક્ષકદળ (LRD Physcial Test Result)ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.રાજ્યમાં તા.03/12/2021 થી ગુજરાત રાજયના 15 (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં લોકરક્ષક સંવર્ગમાં શારીરીક કસોટીમાં કુલ 2,94,000 ઉમેદવારો પાસ થયા છે. આ રિઝલ્ટ એલઆરડી ભરતી બોર્ડની વેબસાઇટ પરથી અથવા તો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી જાણી શકાશે.

    વાંધા અરજી માટે : જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.28/02/2022 સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-12, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - 382007 ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં) જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.

    પુરૂષ ઉમેદવારોને પાસ થવા માટે 5000 મીટરની દોડ 25 મિનીટમાં, મહિલા ઉમેદવારોને પાસ થવા માટે 1600 મીટરની દોડ 9 મિનીટ 30 સેકન્ડમાં અને Ex-Servicemanને પાસ થવા માટે 2400 મીટરની દોડ 12 મિનીટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની હતી. જેમાં સફળ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

    યાદી ચેક કરવા ક્લિક કરો

    10મી એપ્રિલે લેવાશે લેખિત

    શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરિક્ષા લેવાની થાય છે. આ લેખિત પરિક્ષા 10/04/2022 ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. જેથી ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.



    PSI/LRD કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા મળેલી અરજીની યાદી

    PSI/LRD કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.21/02/2022 સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીંયા ક્લિક કરો

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે

    ઉપરોકત મર્જ લીસ્ટમાં નામ ના હોય તો કોલલેટર મર્જ કરવાની પ્રક્રિયા

    PSIની શારીરીક કસોટી પાસ કરેલ હોય, LRD પણ કોલલેટર ધરાવતા હોય અને ઉપરોકત મર્જ લીસ્ટમાં નામ ના હોય તો કોલલેટર મર્જ કરવા અંગેની અરજી તા. 28/2/2022 સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડને મળે તે રીતે મોકલી આપવી. જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat Police Recruitment, LRD Recruitment, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन