Home /News /career /PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

હસમુખ પટેલે લખ્યું કે તારીખ 3ના રવિવાર હોય ઉમેદવારોને કોઈ ટેક્નિકલ કારણોસર કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે. વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિના બે બનાવોને ધ્યાનમાં લઇને પણ કોલલેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

OJAS પરથી PSI-LRD ભરતીના કોલલેટર આજે અપલોડ થયા, આવી રીતે કરો ડાઉનલોડ

PSI_LRD Recruitment Call Letters: રાજ્યમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આજે મહત્ત્વપૂર્ણ તારીખ હતી. જોકે, આજે 26મી નવેમ્બરથી ઓજસ પરથી (OJAS) પરથી કોલલેટર ડાઉનલોડ થવાના હતા જે આજે સાંજે અપલોડ થઈ ગયા છે. દરમિયાનમાં 3 ડિસેમ્બરથી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું જેના અંતર્ગત રાજ્યના 133 ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ થઈ રહી છે (PSI LRD Recruitment 2021 Physical Test Practise) દરમિયાનમાં હજુ સુધી કોલલેટર ન અપલોડ થતા ઉમનેદવારો મૂંઝવણમાં હતા પરંતુ હવે ઓજસ પરથી એ ડાઉનલોડ કરી શકાશે.

અગાઉ એલઆરડી ભરતી સમિતી વતી માહિતી આપતા ટ્વીટર પર હસમુખ પટેલે લખ્યું હતું કે 'પોલીસ ભરતીની શારીરીક કસોટી ૩ ડિસેમ્બરથી શરૂ થશે. ૨૬ નવેમ્બરથી ઓજસ વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. માહિતી માટે લોકરક્ષક તથા પી.એસ.આઇ ભરતી બોર્ડની વેબસાઈટ જોતા રહેવું' જોકે, આજે સાંજ સુધી કોલ લેટર ડાઉન લોડ થયા નથી

OJAS પરથી ડાઉનલોડ કરવાની રીત

અહીંયાથી ડાયરેક્ટ આ લિંક પર ક્લિક કરો

સિલેક્ટ જોબ પસંદ કરો

નીચેના ખાનામાં કન્ફર્મેશન નંબર નાખો

બર્થ ડે ટ એન્ટ કરો

પ્રિન્ટ કોલ લેટરનો પર ક્લિક કરો

OJs પરથી આવી રીતે ડાઉનલોડ કરો કોલ લેટર


PSI-ASIની 1382 જગ્યાઓ

ગુજરાત પોલીસમાં હથિયારધારી પોલીસની સબ ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે અને મહિલા માટે 98 જગ્યા છે. જ્યારે પોલીસ સબ ઇન્સ્પેકટર પ્લાટુન કમાન્ડર માટે ફક્ત પુરૂષોની 72 જગ્યા છે. આ ઉપરાંત ઈન્ટેલીજન્સ ઓફિસરની કુલ 18 પુરૂષોની અને 9 મહિલાઓની જગ્યા છે. જ્યારે બિન હથિયારધારી પોલીસ મદદનીશ સબ ઈન્સપેક્ટરની પુરૂષોની 659 અને મહિલાઓની 324 જગ્યા છે. આમ કુલ પુરૂષોની 951 અને મહિલાઓની 431 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે

આ પણ વાંચો : Sarkari Naukri: બરોડા ડેરીમાં વિવિધ પોસ્ટની ભરતી, 11.48 લાખ રૂપિયા સુધી મળશે CTC

એલ.આરડી.ની ભરતી

ગુજરાત પોલીસ દ્વારા (Gujarat Police Recruitment 2021) વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક (LRD CRPF Constable Recruitment 2021) અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની 10459 જગ્યા ભરવામાં આવશે.આ ભરતીમાં કુલ 1,42,087 ઉમેદવારો ફી ભરવાપાત્ર થયા હતા જે 10549 જગ્યા માટે ઉમેદવારી કરી રહ્યા છે.

એલ આર ડીની દોડમાં પૂરા માર્ક્સ લેવા

દોડામાં પૂર્ણ માર્ક્સ લેવા માટે પુરૂષ ઉમેદવારે દર મિનિટ 2500 મીટર દોડવાનું રહેશે. એટલે કે દર મિનિટે પોણો 250 મીટરથી વધુ કિલોમીટર દોડવાનું રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ દરમિનીટે 228.6 મીટર દોડવું પડે તો સાત મિનીટમાં દોડ સમાપ્ત થઈ શકે. આ પ્રેક્ટિસમાં હજુ જેટલો ઓછો સમય થઈ શકે તે કરી શકાય છે.
First published:

Tags: Call Letter, LRD, Recruitment 2021, પીએસઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો