Home /News /career /

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, 317 જગ્યા માટે અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, 317 જગ્યા માટે અહીંથી કરો અરજી

Gujarat Panchayat Service Selection Board Recruitment 2022 : ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડની ભરતી, અહીંથી કરો અરજી

Gujarat Panchayat Service Selection Board Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 317 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરી શકાશે અરજી

    GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનીશીયનની ભરતી બહાર પાડવામાં આવી છે. (GPSSB Lab Technician Recruitment 2022). રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વર્ગ-3ની કુલ 317 ખાલી જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે જીપીએએસબી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે (GPSSB Lab Technician Recruitment 2022 Notification). શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામા આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 20-1-2022 છે. અરજી ઓજસ પરથીકરવાની રહેશે.

    GPSSB Lab Technician Recruitment 2022 જગ્યા : આ ભરતીમાં વર્ગ-3 લેબોરેટરી ટેકનીશીયનની 317 પોસ્ટ ખાલી છે. જેમાં અમદાવાદમાં 10, અમરેલીમાં 03, આણંદમાં 09, અરવલ્લીમાં 03, બનાસકાંઠામાં 37, ભરૂચમાં 14, ભાવનગરમાં 08, બોટાદમાં 02, છોટાઉદેપુરમાં 06, દાહોદમાં 30, ડાંગમાં 00, દેવભૂમિ દ્વારકામાં 10, ગાંધીનગરમાં 01 જગ્યા છે

    જ્યારે  ગીર સોમનાથમાં 07, જામનગરમાં 06, જૂનાગઢમાં 02, કચ્છમાં 20, ખેડામાં 16, મહીસાગરમાં 16, મહેસાણામાં 07, મોરબીમાં 04, નર્મદામાં 04, નવસારીમાં 06, પંચમહાલમાં 10, પાટણમાં 16, પોરબંદરમાં 03, રાજકોટમાં 16, સાબરકાંઠામાં 12, સુરતમાં 10, સુરેન્દ્રનગરમાં 09, તાપીમાં 01, વડોદરામાં 08, વલસાડમાં 11 એમ કુલ 317 જગ્યાઓ ખાલી છે.

    GPSSB Lab Technician Recruitment 2022 શૈક્ષણિક લાયકાત- વય મર્યાદા : આ નોકરી માટે કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલજી, બાયો કેમેસ્ટ્રી, અથવા બાયોટેકનોલોજીમાઁથી કોઈ પણ વિષયમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલરની ડિગ્રી, લેબ ટેકનીશીયનની ડિપ્લોમાંની ડિગ્રી અથવા મેડિકલ લેબોરેટરી ટેકનીશીયલમાં પીજી ડિપ્લોમાં અથવા તેને સંલગ્ન કોર્સ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યો હોવો જોઈએ. આ ઉપરાંત કોમ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું અનિવાર્ય છે.

    આ પણ વાંચો : BHEL Recruitment 2022: એન્જીનિયર-સુપરવાઈઝરના પદો પર ભરતી, 71,000 સુધી મળશે પગાર

    વય મર્યાદા : આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 36 વર્ષ વત્તા એક વર્ષની છૂટ સાથે 37 વર્ષ આપવામાં આવી છે. વધુમાં ભરતીની જાહેરાત જોવાની રહેશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા317
    શૈક્ષણિક લાયકાતકેમેસ્ટ્રી, માઇક્રોબાયોલજી, બાયો કેમેસ્ટ્રી, અથવા બાયોટેકનોલોજીમાઁથી કોઈ પણ વિષયમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલરની ડિગ્રી, લેબ ટેકનીશીયનની ડિપ્લોમાંની ડિગ્રી અથવા મેડિકલ લેબોરેટરી ટેકનીશીયલમાં પીજી ડિપ્લોમાં
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા દ્વારા
    અરજી ફીજનરલ કેટેગરીના ઉમેદવાર માટે 100 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ20-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    GPSSB Lab Technician Recruitment 2022 પસંદગી પ્રક્રિયા : આ નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે. પરીક્ષાની તારીખ, હોલ ટીકીટ વગેરે ઓજસ પર મૂકવામાં આવશે.

    GPSSB Lab Technician Recruitment 2022 પરીક્ષાના વિષયો : આ પરીક્ષામાં જનરલ નોલેજ 35 માર્કનું, ગુજરાતી ગ્રામર અને ભાષા 20 માર્ક, અંગ્રેજી ગ્રામર અને ભાષા 20મ માર્ક અને વિષયને સંલગ્ન 75 માર્કના પ્રશ્નો મળી 150 માર્કનું પેપર પૂછાશે.

    આ પણ વાંચો : GMRCL Recruitment 2022 : નવા વર્ષે મેટ્રોની ભરતીમાં કરો અરજી, એકલાખ સુધી મળશે પગાર

    GPSSB Lab Technician Recruitment 2022  પરીક્ષાની ફી : નોકરી માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓજસ પર જઈને 100 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ઉપરાંત ચલાનની પ્રિન્ટ કાઢી અને પોસ્ટ ઓફિસ પરથી ઓફલાઇન પણ ફી ભરી શકાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Job and Career, Recruitment 2022, Sarkari Naukri 2022

    આગામી સમાચાર