Home /News /career /

GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની 373 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની 373 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 અધિકારીની ભરતી

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ડેપ્યૂટી એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ, વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટની ભરતી

    GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. (Gujarat panchayat Service selection Board Recruitment 2022). ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં વિસ્તર અધિકારી (Extention officer Agriculture) ડિવિઝનલ એકાઉન્ટન્ટ (Divisional Accountant) સ્ટાફ નર્સ (Staff Nurder) અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ (Deputy Accountant)ની કુપલ 373 જગ્યા ભરવામાં આવશે. આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 27-1-20222 રાખવામાં આવી છે.

    GPSSB Recruitment 2022 જગ્યા: આ ભરતી પ્રક્રિયા સ્ટાફ નર્સ 153, વિભાગીય હિસાબનીસની 14, વિસ્તરણ અધિકારી ખેતીની 15 અને નાયબ હિસાબનીશની 191 જગ્યાઓ ખાલી છે. આમ કુલ 373 જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ ભરતી પ્રક્રિયામાં આવેલી તમામ જગ્યાઓ સામાન્ય અને અનામત તેમજ આર્થિક અનામત સાથે લાગુ પડશે.

    શૈક્ષણિક લાયકાત

    સ્ટાફ નર્સ : આ નોકરી માટે ઉમેદવારને મહત્તમ ઉંમર 41 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારે બીએસએસી નર્સિંગ ડિપ્લોમાં નર્સિંગ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી થઈ હોવી જોઈએ

    પગાર : આ ભરતીમાં ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને માસિક ફિક્સ પગાર મળશે. પગારનું ધોરણ 31,340 રૂપિયા રાખવામાં આવ્યું છે.

    વિભાગીય હિસાબનીશ : આ ભરતી માટે ઉમેદવારએ એમબીએ, એસીએ, એમકોમ, એમએસી મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, અથવા ઈકનોમિક્સ બેચલર્સ ડિગ્રી સેકન્ડ ક્લાસ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ઉંમર 38 વર્ષથી વઘુ ન હોવી જોઈએ.

    પગાર ધોરણ : આ ભરતીમાં ઉંમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત પગાર મળશે. ઉમેદવારનો પગાર 38,090 રૂપિયા પ્રતિ માસ રહેશે.

    આ પણ વાંચો :  GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, 317 જગ્યા માટે અહીંથી કરો અરજી

    વિસ્તરણ અધિકારી ખેતી : આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારે બેચલર્સ ડિગ્રી અગ્રિકલ્ચર, હોર્ટિ કલ્ચર વિષય સાથે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ.

    પગાર ધોરણ : આ ભરતીમાં ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત રહેશે. પ્રથમ પાંચ વર્ષ સુધી આ નોકરીમાં કુલ રૂપિયા 31340 ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો







































    જગ્યા373
    અરજી કરવાની ફી100 રૂપિયા
    સ્ટાફ નર્સની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    વિભાગીય હિસાબનીશની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    નાયબ હિસાબનીશની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    વિસ્તરણ અધિકારી ખેતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    અરજી કરવાની અંતિમ તારીખ27-1-2022
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    નાયબ હિસાબનીશ : આ જગ્યા માટે ઉમેદવારી કરવા માંગત ઉમેદવારોની બીબીએ, બીકોમ, બીએસસી સાયન્સ, સ્ટેટિસ્ટિક્સ, બીએ સ્ટેટિસ્ટિક્સ/ઈકોનોમિક્સ/ મેથેમેટિક્સમાંથી કર્યુ હોવું જોઈએ. સેકન્ડ ક્લાસ બેચલર્સ ડિગ્રી સાથે પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારની ઉંમર 36 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

    પગાર : આ ભરતીમાં ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત રહેશે. પ્રથમ પાંચ વર્ષ સુધી આ નોકરીમાં કુલ રૂપિયા 31340 ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે.

    આ પણ વાંચો : GMRCL Recruitment 2022 : નવા વર્ષે મેટ્રોની ભરતીમાં કરો અરજી, એકલાખ સુધી મળશે પગાર

    અરજી કરવાની રીત

    ઉમેદવારો 11-1-2022થી 27-1-2022 સુધી ઓજસ પર જઈને મ https://ojas.gujarat.gov.in ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓજસ પરથી એસબીઆઈ બેન્કના કાર્ડ દ્વારા અથવા તો ફોર્મની પ્રિન્ટ કાઢી અને નજીકની પોસ્ટ ઓફિસમાં ચલાન કાઢીને ફી ભરી શકશે.આ અરજી પ્રક્રિયામાં ફી 100 રૂપિયા છે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર