Home /News /career /ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Gujarat NEET UG Counselling Registration

ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે 3 ઓક્ટોબરથી ઓનલાઈન પિન ખરીદવાનો અને રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ માટેની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર છે. 14 ઓક્ટોબર પહેલા સત્તાવાર વેબસાઈટ medadmgujarat.org. પરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

વધુ જુઓ ...
    પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની એડમિશન કમિટીએ (ACPUGMEC) ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. ઉમેદવારોએ રાજ્યની કાઉન્સેલિંગ પ્રોસેસ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પરથી પિન નંબર લેવો જરૂરી છે.

    ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે 3 ઓક્ટોબરથી ઓનલાઈન પિન ખરીદવાનો અને રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ માટેની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર છે. 14 ઓક્ટોબર પહેલા સત્તાવાર વેબસાઈટ medadmgujarat.org. પરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

    આ પણ વાંચો:  આયુર્વેદિક ડોક્ટરથી લઈને સ્ટાફ નર્સની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીમાં થશે ભરતી, જાણી લો વિવિધ પદો માટે ઇન્ટરવ્યુની તારીખ

    ઉમેદવારોએ ઓનલાઈન પિન ખરીદવા માટે રૂ.200 ફી ચૂકવવાની રહેશે. આ ફી નોન રિફંડેબલ રહેશે. વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી જમા કરવા માટે પહેલેથી એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. ગુજરાત NEET UG કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લેતા સમયે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ અને સેન્ટરની પસંદગી કરવાની રહેશે.

    ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ

    • સ્ટેપ 1. સત્તાવાર વેબસાઈટ medadmgujarat.org ની મુલાકાત લો.

    • સ્ટેપ 2. વેબસાઈટના હોમપેજ પર UG Admission tab પર ક્લિક કરો.

    • સ્ટેપ 3. ત્યારબાદ ‘લોગિન અંડર ગ્રેજ્યુએટ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન’ પર ક્લિક કરો.

    • સ્ટેપ 4. ત્યારબાદ પિન ખરીદવા (Purchase PIN) ના ઓપ્શન પર ક્લિક કરો અને જેટલી ફી ચૂકવવાની થાય તે ચૂકવો.

    • સ્ટેપ 5. ત્યારબાદ પિનનો ઉપયોગ કરીને લોગિન કરો.

    • સ્ટેપ 6. લોગિન કર્યા બાદ NEET UG એડમિશન માટે ક્લિક કરો.

    • સ્ટેપ 7. તમામ જરૂરી માહિતી ભર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો.

    • સ્ટેપ 8. અરજી સબમિટ કરીને સેવ કરી દો.

    • સ્ટેપ 9. ફ્યુચર રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખો.


    ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટેના જરૂરી ડોક્યુમેન્ટ

    • ધોરણ 10ની માર્કશીટ (Class 10th (SSC) marksheet)

    • ધોરણ 10ની માર્કશીટ (Class 12th (HSC) marksheet)

    • NEET UG માર્કશીટ (NEET UG 2022 marksheet)

    • જન્મ તારીખ અને જન્મસ્થળનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, ટ્રાન્સફર સર્ટીફિકેટ તથા અન્ય પ્રમાણપત્ર)

    • ડોમિસાઈલ સર્ટીફિકેટ

    • જાતિનું પ્રમાણપત્ર

    • ડિસએબિલિટી સર્ટીફિકેટ

    • શારીરિક ક્ષમતાનું પ્રમાણપત્ર


    ગુજરાતની ટોપ મેડિકલ અને ડેન્ટલ કોલેજની NIRF રેન્કિંગ

    મેડિકલ કોલેજના રેન્કિંગ

    • ગુજરાત કેન્સર અને રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ- રેન્ક 37

    • બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ- રેન્ક 50


    ડેન્ટલ કોલેજના રેન્કિંગ

    • કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર- રેન્ક 31

    • ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ, અમદાવાદ- રેન્ક 36


    આ પણ વાંચો:  NABARD માં આ જગ્યાઓ માટે અરજી કરવા માટે માત્ર થોડા દિવસો જ બાકી, મળશે સારો પગાર, જાણો છેલ્લી તારીખ

    અહીં ઉલ્લેખનિય છે કે, દેશમાં મેડિકલ કોલેજની કુલ સીટમાંથી 15 ટકા કોલેજ કેન્દ્રીય કોટા અંતર્ગત આવે છે. અન્ય 85 ટકા કોલેજ રાજ્ય સરકાર હેઠળ આવે છે.
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन