ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે (Gujarat Metro Rail Corporation Limited) 118 સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર, કસ્ટમર રીલેશન આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર અને મેન્ટેનરની જગ્યાઓ માટે ભરતી નોટિફીકેશન (Recruitment Notification for GMRC) પ્રકાશિત કરી છે. આ પદો માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી (Apply Online) કરવાની રહેશે. આ પોસ્ટ માટે થશે ભરતી.
અરજદારોએ ઓફિશ્યલ વેબસાઇટ પરથી અરજી કરી શકો છો. અરજી કરતી સમયે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ઇચ્છુક ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઇટ www.gujaratmetrorail.com/careers પરથી અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ ફોર્મની એક પ્રિન્ટ તમારી પાસે રાખો, જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
- 15KBની સાઇઝનો એક સ્કેન પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી. કારણ કે ફોર્મ ભરતી સમયે તમારે બંને અપલોડ કરવાના રહેશે. આ સિવાય શૈક્ષણિક લાયકાત અને ડિગ્રી સર્ટિફિકેટની સ્કેન કોપની પણ જરૂર પડશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર