ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. યુવાનો માટે સરકારી નોકરીની (Government Jobs) તક આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (Gujarat metro rail corporation)દ્વારા વિવિધ પદ પર સરકારી નોકરીઓની ભરતી આવી છે. સિવિલ, સિસ્ટમ્સ, ઈલેક્ટ્રિક, રોલિંગ સ્ટોકમાં વિવિધ પદ પર ભરતી (job vacancy) માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઈચ્છુક ઉમેદવાર https://www.gujaratmetrorail.com/careers/ લિંકના માધ્યમથી તમામ પદ પર અરજી કરી શકે છે.
જીએમઆરસીમાં (GMRCL Recruitment 2021) કુલ 15 પદ પર ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને 3થી 5 વર્ષ સુધી ‘કોન્ટ્રાક્ટ’ બેઝ પર નોકરી આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 20 ઓગસ્ટ 2021 છે.