Gujarat Metro Rail Corporation Recruitment 2021 : ગુજરાત મેટ્રો રેલમાં આસિ. મેનેજર, મેનેજર સિહતના પદ પદ ભરતી, અહીંથી સીધા કરો ઓનલાઇન એપ્લાય

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરીની ભરતી

Sarkari Naukri 2021 : જાણો ગુજરાત મેટ્રો રેલ કોર્પેોરેશનની ભરતી વિશેની તમામ માહિતી સીધા ઓનલાઇન કરો આવેદન

  • Share this:
    Gujarat Metro Rail Corporation Recruitment 2021 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC Jobs 2021) એ આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, વરિષ્ઠ વિભાગ ઇજનેર, વિભાગ ઇજનેર, સહાયક વિભાગ સહિત એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઇજનેર, જુનિયર ઇજનેર અને મેન્ટેનન્સ એક્ઝીક્યુટિવની પોસ્ટ માટે. રસ ધરાવતા ઉમેદવારો 12 નવેમ્બર 2021 પર અથવા તે પહેલાં નિયત ફોર્મેટ દ્વારા પોસ્ટ્સ પર અરજી કરી શકે છે. ઉમેદવારો આ નોકરી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ તમામ નોકરીઓ કોન્ટ્રાક્ટ બેઝ્ડ છે અને તમામ ભરતીઓ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકતા અને પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.

    ભરતીની વિગતો

    ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC Jobs 2021) દ્વારા જોઇન્ટ જનરલ મેનેજર ( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ) માટે 1 પોસ્ટ, ડેપ્યુટી જનરલ મેનેજર ( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ) માટે 1 પોસ્ટ, મેનેજર (( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ) માટે 2 પોસ્ટ, આસિસ્ટન્ટ મેનેજર માટ ( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ) માટે 4 પોસ્ટ પર એક્ટિક્યુટીવ્સની જગ્યા બહાર પાડવામાં આવી છે. જ્યારે નોન એક્ઝિક્યૂટીવ માટે સિનિયર સેક્શન એન્જિનિયર ( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ)ની 3 જગ્યા, સેક્સશન એન્જિનિયર ( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ)ની 2 જગ્યા, આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયરની ( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ)ની 4 જગ્યા, જુનિયર એન્જિનિયરની ( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ)ની 4 જગ્યા પર અને મેઇન્ટેનર ( સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ)ની 4 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

    આ પણ વાંચો :  JOBS: TCSમાં MBA ફ્રેશર્સ માટે નોકરીની ભરતી, જાણો એપ્લાય કરવાની તારીખ

    શૈક્ષણિક લાયકાત

    આ તમામ પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત બહાર પાડવામાં આવી છે જેમાં એન્જિનિયરથી લઈને જુદી જુદી ડિગ્રીઓ જુદી જુદી પોસ્ટ માટે અનુરૂપ છે. આ માટે વિગતવારે નોટિફિકિશેન વાંચી અને એપ્લાય કરવાનું રહેશે.

    ભરતી અંગે અગત્યની સૂચના

    આ તમામ ભરતીઓ અમદાવાદ અને સુરત માટે અલગ અલગ ધોરણે થઈ રહી છે. અમદાવાદ માટેની અને સુરત માટેની જગ્યા માટે પણ જાહેરાત અને નોટિફિકેશન ચોક્સપણે વાંચવાનું રહેશે. તમે જે સ્થળ માટે એપ્લાય કરવા માંગતા હોવ તેની વિગતો આ ભરતીના નોટિફિકેશન સાથે આપવામાં આવી છે. ઓનલાઇન એપ્લાય કરતા પહેલાં ઉમેદવારોએ ચોક્સથી નોટિફિકેશન વાંચવું































    પોસ્ટ : કુલ 32 જગ્યાઓ પર ભરતી
    લાયકાત : : દરેક જગ્યા માટે વિવિધ પ્રકારની શૈક્ષણિક લાયકાત જેમાં એન્જિનિયરથી લઈને જુદી જુદી સ્કિલ માટે જુદા જુદા અનુભવ
    પગાર : 20,000 રૂપિયાથી લઈને 2,40,000 રૂપિયા સુધી નોકરીની કેટેગરી મુજબ
    નોકરીનું સ્થળ : : અમદાવાદ અને સુરત
    નોકરી માટે પસંદગી : ઈન્ટરવ્યૂના આધારે
    ઓનલાઇન એપ્લાય કરવાની અંતિમ તારીખ : 12મી નવેમ્બર
    એપ્લાય કરવા માટે જાહેરાત જુઓ : નોટિફિકેશન વાંચવા ક્લિ કરો
    ઓનલાઇન એપ્લાય કરવાની લીંક : ઓનલાઇન એપ્લાય કરવા ક્લિક કરો

    ઉંમર મર્યાદા અને પગાર

    આ નોકરી માટે ઉંમર મર્યાદા પોસ્ટ મુજબ છે. જેમાં 28 વર્ષથી લઈને 50 વર્ષ નોકરીની કેટેગરી મુજબ ઉંમર મર્યાદા છે. પગાર પણ જુદી જુદી કેટેગરીમાં અનુભવ અને પોસ્ટ આધારિત છે. આમ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ નોટિફિકેશન જ વાંચીને એપ્લાય કરવાનું રહેશે.

    પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોએ http://www.gujaratmetrorail.com/careers/ વેબસાઇટ પર જઈને 12મી નવેમ્બર સુધીમાં સિંગલ પીડીએફમાં રિઝ્યુમ, પગાર સ્લીપ અને ટેસ્ટિમોનિયલ વગેરે એપ્લાય કરવાનું રહેશે. પસંદગી ઇન્ટરવ્યૂના આધારે થશે જેમાં પસંદ થનારા ઉમેદવારોને સીધી જાણ કરવામાં આવશે.

    આ પણ વાંચો : RMC Jobs: રાજકોટ મનપામાં એપ્રેન્ટિસ અને એકાઉન્ટ ક્લાર્કની નોકરી, ફાટફટ કરો એપ્લાય

    નોકરીની શરત

    આ નોકરી કરાર આધારિત છે એટલે કે પસંદ થનારા ઉમેદવારોને 3-5 વર્ષ માટે પસંદ કરવામાં આવશે અને ત્યારબાદ નોકરીની શરતો સંસ્થાને આધારિત રહેશે. જેની સંપૂર્ણ વિગતો નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published: