GISFS Recruitment 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં બંપર ભરતી નીકળી, કોણ કરી શકશે અરજી?
GISFS Recruitment 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં બંપર ભરતી નીકળી, કોણ કરી શકશે અરજી?
GISFSમાં ભરતી
Gujarat industrial security force recruitment 2022: ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ(GISFS recruitment) સોસાયટી એક્સમેન માટેની ભરતી કરી રહ્યું છે. અરજી માટેની અંતિમ તારીખ 15 ઓગસ્ટ 2022 છે. જેમાં કુલ ખાલી પદો 1320 છે.
Jobs and career: ગુજરાત અને દેશમાં સરકારી નોકરીઓની બંપર ભરતીઓ થઈ રહી છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ(GISFS) સોસાયટી અમદાવાદ ખાતે સિક્યુરિટી ગાર્ડની ભરતી માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. આ ભરતી ભારતીય સેવાદળ, નૌકાદળ, હવાઈ દળ, પોલીસ, એસઆરપી, હોમગાર્ડ વગેરે માંથી નિવૃત થયેલ અથવા રાજીનામુ આપેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે. અરજી સમ્બંધીતી જરૂરી માહિતી https://ojas.gujarat.gov.in/પરથી મેળવી શકાશે.
ભરતી સંબંધિત અન્ય મહત્વની માહિતી :
જગ્યાનું નામ : સિક્યુરીટી ગાર્ડ
અરજી કરવાનો પ્રકાર : ઓનલાઇન
કુલ ખાલી જગ્યા : 1320
વય મર્યાદા : મહત્તમ 63 વર્ષ
લાયકાત : એક્સમેન (સંબંધિત જરૂરી માહિતી ઓફિશ્યિલ નોટિફિકેશન પરથી મેળવી શકાશે)
અરજીની શરૂઆત : 2 ઓગસ્ટ ૨૦૨૨
અરજીની અંતિમ તારીખ : 15 ઓગસ્ટ 2022
પગાર ધોરણ : રૂ.12030 - 15816 (નિયમો અનુસાર)
નોંધ : અરજી(GISF) સંબંધિત જરૂરી માહિતી ઓફિશ્યલ નોટિફિકેશનમાં જાણી શકાશે. અરજી સંબંધિત જરૂરી માહિતી સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી મળી શકશે.
જગ્યાનું નામ
સિક્યુરીટી ગાર્ડ
અરજી કરવાનો પ્રકાર
ઓનલાઇન
કુલ ખાલી જગ્યા
1320
વય મર્યાદા
મહત્તમ 63 વર્ષ
લાયકાત
એક્સમેન (સંબંધિત જરૂરી માહિતી ઓફિશ્યિલ નોટિફિકેશન પરથી મેળવી શકાશે)
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફોર્સ સોસાયટી- અમદાવાદ
સંસ્થામાં ખાલી પડેલી સી.ગાર્ડની જગ્યાઓ તેમજ નવીી આવેલી માંગણીઓને ધ્યાનમાં લઈને 4000 સી.ગાર્ડની ભરતી લોકરક્ષક વેઈટિંગ લીસ્ટ અને એક્સમેન દ્વારા ભરવા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી હતી. જેમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફોર્સ સોસાયટી, ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે સીક્યુરીટી ગાર્ડની ખાલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આતા 4000 જગ્યાઓ પૈકી 2000 સી. ગાર્ડની જગ્યાઓ એક્સમેનથી ભરવા નક્કી કરવામાં આવ્યું હતું. આખું નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
2000 એક્સમેનથી ભરતી કરાશે
એક્સમેનથી ભરવા માટે નક્કી થતા નિવૃત્ત ભૂમિદળ/નૌકાદળ/ હવાઈદળ/CRPF/BSF/CISF/SSB/ITBP જેવા પોલીસ/SRP/હોમગાર્ડઝમાંથી નિવૃત્ત થયેલા/રાજીનામા આપેલા હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ/ASI અને તેની સમકક્ષ હોદ્દો ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવી છે.
ગુજરાત સહિત દેશમાં સરકારી નોકરીઓની ભરતી ચાલી રહી છે. નાણાં વિભાગ ગુજરાત કાયદા સલાહકારની ખાલી જગ્યાઓ પર ભરતી કરી રહ્યું છે. ભરતી કરાર આધારિત રહેશે. ઇછુક ઉમેદવારે અરજી ઓફલાઈન કરવાની રહેશે. નોકરીનું સ્થાન ગાંધીનગર રહેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર