Home /News /career /Gujarat Home Guard Recruitment 2021: ધો.10 પાસ ઉમેદવારો માટે માનદ હોમગાર્ડની બમ્પર ભરતી, 6752 જગ્યા ભરાશે

Gujarat Home Guard Recruitment 2021: ધો.10 પાસ ઉમેદવારો માટે માનદ હોમગાર્ડની બમ્પર ભરતી, 6752 જગ્યા ભરાશે

ગુજરાતમાં માનદ હોમગાર્ડની ભરતી

Gujarat Home Guard Recruitment 2021 : હોમગાર્ડની ભરતી માટેના ફોર્મ, ભરતીની વિગતો, ભરતીનો સ્થળ, સમય વગેરે બધુ જ જાણો ફક્ત એક ક્લિકમાં

    Gujarat Home Guard Recruitment 2021: ગુજરાત રાજયમાં હોમગાર્ડની બમ્પર ભરતી બહાર પડી પડી છે (Gujarat Home Guard Recruitment 2021). રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડતાની સાથે જ નોકરીની વિપૂલ તકો બહાર પડી છે જે પૈકીની એક હોમગાર્ડની ભરતી છે. આ નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ધો. 10 પાસ કર્યુ હોવાનું આવશ્યક છે. નોકરી માટે જે તે સંબંધતિ જિલ્લામાં હોમગાર્ડની કચેરી પરથી સંપર્ક કરવાનો રહેશે. અહીં અમે આપના માટે ભરતીની વિગતો, ફોર્મ, અન્ય માહિતી આપી રહ્યા છીએ. કુલ 6752 જગ્યાઓ પર હોમગાર્ડની ભરતી કરવામાં આવશે.

    ક્યાં ક્યાં ભરતી થશે: આ ભરતી રાજ્યની ચાર(04) કમિશ્નરેટ એરીયા તથા બાવીસ(22) જિલ્લાઓના યુનિટ / ઝોન / ડીવીઝન ખાતે 6,752 માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી થવાની છે. આ હોમગાર્ડઝ સભ્યોને માનદ સભ્ય તરીકે ભરતી કરવાની છે. જેમાં સરકારને જરૂર પડ્યે અગત્યની ફરજ ઉપર બોલાવવામાં આવશે. ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારના પ્રર્વતમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન આપવામાં આવશે.

    લાયકાત પુરૂષ માટે : ઉમેદવાર : પુરૂષ ભારતનો નાગરિક હોવો જોઇએ, ધોરણ –10 પાસ અથવા તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઇએ.
    ઉમેદવારોની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઇએ. વજન ઓછામાં ઓછુ 50 કિલો હોવું જોઇએ. ઉંચાઇ ઓછામાં ઓછી 162 સેન્ટી મીટર, છાતી ઓછામાં ઓછી 79 સેન્ટી મીટર હોવી જોઇએ, 5 સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઇએ.

    આ પણ વાંચો : Gujarat PSI Recruitment 2021: PSI-ASIની 1382 જગ્યાઓ માટે આવેદન કરવાની તારીખ લંબાઈ, ફટાફટ કરો ઓનલાઇન એપ્લાય

    અરજદારે કોઇ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઇએ. અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઇ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઇએ. અરજદાર કોઇ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઇએ તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઇએ. મહિલા ઉમેદવારના કિસ્સામાં ઓછામાં ઓછું વજન 40 કિલો હોવું જોઇએ. મહિલા ઉમેદવારોની ઉંચાઇ ઓછામાં ઓછી 150 સેન્ટી મીટર હોવી જોઇએ.
    માનદ હોમગાર્ડની જગ્યા :6752
    શૈક્ષણિક લાયકાત :ધો.10 પાસ
    ઉંમર :18-50 વર્ષ
    પસંદગી પ્રક્રિયા :શારિરીક કસોટી
    પગાર :રોજના 300 રૂપિયા માનદ વેતન, 4 રૂપિયા ધોલાઈ ભથ્થુ
    જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
    ભરતીનું ફોર્મ ડાઉનલોડ કરવા :અહીંયા ક્લિક કરો
    ભરતીની ફી :નિશુલ્ક

    પગાર : આ ભરતીમાં પસંદ થયેલા માનદ હોમગાર્ડને રૂ.300/- ફરજ ભથ્થું અને રૂ.4/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે. આ ભરતી કાયમી કર્મચારી તરીકેની કરવાની થતી નથી. પરંતુ માનદ સંસ્થામાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. જેથી કાયમી કર્મચારી તરીકેના કોઈ હક્ક મળવાપાત્ર રહેશે નહિ.

    પસંદગી પ્રક્રિયા : અરજી કરનારા ઉમેદવારોની શારિરીક કસોટી થશે જેમાં પુરૂષ ઉમેદવારોને 1600 મીટરની દોડ 09 મિનિટમાં દોડવાની રહેશે જ્યારે મહિલા ઉમેદવારોને 800 મીટરની દોડ 05 મિનીટ 20 સકેન્ડમાં દોડવાની રહેશે. આ બંને દોડના ગુણ 75 રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Homeguard, Jobs, કેરિયર, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन