Home /News /career /PSI Exam 2022: હાઈકોર્ટનો ચુકાદો, તા.12 અને 19 જૂનના રોજ PSIની મેઈન પરીક્ષા લેવાશે

PSI Exam 2022: હાઈકોર્ટનો ચુકાદો, તા.12 અને 19 જૂનના રોજ PSIની મેઈન પરીક્ષા લેવાશે

ગુજરાત પોલીસમાં ભરતી

PSI Main Exam 2022: પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા અંગે ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો. જેના પગલે હવે પીએસઆઈની પરીક્ષાના આડે વિઘ્નો દૂર થયા છે. આગામી તા.12 અને 19 જૂનના રોજ PSIની મેઈન પરીક્ષા લેવાશે.

ગાંધીનગરઃ ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા (PSI Exam) અંગે ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court) ચૂકાદો આપ્યો હતો. જેના પગલે હવે પીએસઆઈની પરીક્ષાના (PSI Exam 2022) આડે વિઘ્નો દૂર થયા છે. આગામી તા.12 અને 19 જૂનના રોજ PSIની મેઈન પરીક્ષા લેવાશે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં (Gandhinagar) ત્રણ સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવશે. 1389 પોસ્ટ માટે પીએસઆઈની પરીક્ષા લેવામાં આવશે. જેમાં 4200 ઉમેદવારો પરીક્ષા આપશે. આગામી ઓગસ્ટ મહિનામાં ફાઈનલ પરિણામ જાહેર થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે PSI ભરતી રિઝલ્ટ જાહેર થયા બાદ PSI ની ભરતીમાં GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે આ મામલે PSIની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે હાઇકોર્ટે અરજદારોને આશ્વાસન આપ્યું હતું.

જેતે સમયે હાઇકોર્ટે અરજદારોને સૂચન કરતા જણાવ્યું હતું કે, 'પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. કોર્ટ સમક્ષ તમારી ફરિયાદ સાથે આવ્યા છો તો ન્યાય થશે. 1 જૂન સુધીમાં ફરિયાદ મુદ્દે સરકાર વલણ સ્પષ્ટ કરે. એડવોકેટ જનરલ હાજર ન હોય તો કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરે.'

આ પણ વાંચોઃ-IBPS RRB Recruitment 2022: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બેંકમાં નોકરીની તક, મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ પર થશે ભરતી

મહત્વનું છે કે, PSI ભરતી રિઝલ્ટ જાહેર થતાં બાદ PSI ભરતી વિવાદે ચડી છે. ત્યારે PSI ભરતીમાં કેટેગરી અનુસાર ભરતીની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં 100થી વધુ જેટલાં ઉમેદવારોએ સાથે મળીને પરિણામને કોર્ટમાં પડકાર્યું હતું. GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા ઉમેદવારોની માંગ છે.

આ પણ વાંચોઃ-IAS officer Career: આઈએએસ અધિકારી પ્રમોશન મેળવીને ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે?

તેઓનું કહેવું છે કે ST-SC,OBC,બિનઅનામત વર્ગ ઉમેદવારોની કેટેગરી અનુસાર ભરતીમાં પાસ કરવામાં આવ્યા નથી જેથી આ પદ્ધતિના લીધે 8 હજાર ઉમેદવારને અન્યાય થયો છે. હાલના રિઝલ્ટ પ્રમાણે માત્ર 4300 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે અરજદારોને આશ્વાસન આપ્યું હતું.
First published:

Tags: Career News, Gujarat police, Jobs and Career, પીએસઆઇ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો