Gujarat High Court Recruitment: ગુજરાત હાઈકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીના પદ માટે ભરતી, રૂ. 1.42 લાખ સુધીનો મળશે પગાર
Gujarat High Court Recruitment: ગુજરાત હાઈકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીના પદ માટે ભરતી, રૂ. 1.42 લાખ સુધીનો મળશે પગાર
ગુજરાત હાઈકોર્ટમાં ભરતી
Gujarat High Court Recruitment 2022: આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદરવારો આગામી 31 મે, 2022 પહેલા અરજી કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટે આ સીધી ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
Gujarat High Court Jobs 2022: ગુજરાત હાઈકોર્ટે તેની ઓફિશિયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર પ્રાઇવેટ સેક્રેટરીના પદ માટે ભરતી (Gujarat High Court Recruitment)ની જાહેરાત કરી છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદરવારો આગામી 31 મે, 2022 પહેલા અરજી કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટે આ સીધી ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે નોટિસ મુજબ ગુજરાત હાઇકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીની જગ્યા માટે પે મેટ્રિક્સ 44900-142400/142400/ રૂપિયા અને ભથ્થાં મળશે. આ ભરતી અંગે અહીં મહત્વની જાણકારી આપવામાં આવી છે.
કેટલી જગ્યાઓ પર થશે ભરતી?
આ ભરતી અભિયાન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીની કુલ 15 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો https://hc-ojas.gujarat.gov.in પર આ પદ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
પગાર ધોરણ કેટલું છે?
જે ઉમેદવારો આ પદ માટે ક્વોલિફાય થશે તેમને નિયમો અનુસાર 44,900-1,42,400 રૂપિયા અને સામાન્ય ભથ્થું મળશે.
જગ્યાઓ
કુલ 15
પગાર
નિયમો અનુસાર 44,900-1,42,400 રૂપિયા અને સામાન્ય ભથ્થું મળશે
પરીક્ષાની વિગતો
આ ભરતી માટે આગામી જુલાઈ/ઓગસ્ટ 2022માં યોજાનારી પ્રારંભિક પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની એમસીક્યુ પર આધારિત હશે. ત્યારબાદ સપ્ટેમ્બર / ઓક્ટોબરમાં સ્ટેનોગ્રાફી ટેસ્ટ / સ્કિલ ટેસ્ટ અને નવેમ્બર / ડિસેમ્બર 2022માં વિવા-વોસ ટેસ્ટ (મૌખિક ઇન્ટરવ્યૂ) યોજાશે.
શૈક્ષણિક લાયકાત
અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી, અંગ્રેજી શોર્ટહેન્ડમાં પ્રતિ મિનિટ 120 શબ્દોની ઝડપે ટાઇપિંગ કુશળતા અને કમ્પ્યુટર કામગીરીનું જ્ઞાન હોવું આવશ્યક છે. ઉમેદવાર પાસે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર થયેલા કમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન સંબંધિત પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
વય મર્યાદા
31 મે, 2022 મુજબ જરૂરી લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 35 વર્ષની છે.
પરીક્ષાની વિગતો
આ ભરતી માટે આગામી જુલાઈ/ઓગસ્ટ 2022માં યોજાનારી પ્રારંભિક પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની એમસીક્યુ પર આધારિત હશે. ત્યારબાદ સપ્ટેમ્બર / ઓક્ટોબરમાં સ્ટેનોગ્રાફી ટેસ્ટ / સ્કિલ ટેસ્ટ અને નવેમ્બર / ડિસેમ્બર 2022માં વિવા-વોસ ટેસ્ટ (મૌખિક ઇન્ટરવ્યૂ) યોજાશે.
શૈક્ષણિક લાયકાત
અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી, અંગ્રેજી શોર્ટહેન્ડમાં પ્રતિ મિનિટ 120 શબ્દોની ઝડપે ટાઇપિંગ કુશળતા અને કમ્પ્યુટર કામગીરીનું જ્ઞાન હોવું આવશ્યક છે. ઉમેદવાર પાસે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર થયેલા કમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન સંબંધિત પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
વય મર્યાદા
ગુજરાત હાઈકોર્ટના પ્રાઇવેટ સેક્રેટરીની ભરતી માટે 31 મે, 2022 મુજબ જરૂરી લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 35 વર્ષની છે. જો કે, એસસી, એસટી, એસઇબીસી, ઇડબ્લ્યુએસ, પીએચ, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકોના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
અહી નોંધનીય છે કે, સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ગુજરાત હાઇકોર્ટ દ્રારા સારા સમાચાર અપાયા છે. હાઈકોર્ટે છેલ્લા કેટલાક દિવસોમાં પ્રાઇવેટ સેક્રેટરીની 15 જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે.
જો તમે અત્યાર સુધી અરજી ન કરી હોય તો ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ gujarathighcourt.nic.in પર જઈને અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2022 નક્કી કરવામાં આવી છે. પ્રાઇવેટ સેક્રેટરીની આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રિલિમ્સ, મેઇન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર