Gujarat High court Civil Judges Recruitment 2022 : હાઇકોર્ટ દ્વાાર સિવિલ જજની 219 જગ્યા માટે ભરતી બહાર પડી
Civil Judges Recruitment 2022 Notification: ગુજરાત હાઇકોર્ટની 2019 સિવિલ જજની ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકે છે અરજી, કઈ છે છેલ્લી તારીખ, કેવી રીતે કરશો અરજી
Civil Judges Recruitment 2022 Notification: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં સિવિલ જજની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશનની (Civil Judges Recruitment 2022 online application) શરૂઆત 3-2-2022થી શરૂ થશે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશન (Civil Judges Recruitment 2022 Notification) વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 2-03-202 છે. આ નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે પણ માર્દર્શન આપવામાં આવ્યું છે.
Civil Judges Recruitment 2022 જગ્યા : આ ભરતી અંતર્ગત સિવિલ જજની કુલ 219 જગ્યા ભરવામાં આવશે. આ પૈકીની 112 જગ્યા જનરલ કેટેગરીની છે જ્યારે 15 એસસી, 33 એસટી, 59 ઈડબલ્યુએસ, 09 પીડબલ્યુડીની છે.
Civil Judges Recruitment 2022 શૈક્ષણિક લાયકાત : આ નોકરી માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કાયદાની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ જેની પરીક્ષા લેવાશે. આ ઉપરાંત ઉમેદવારો સિવિલ અને ક્રિમિનિલ જ્યુરિડિક્શનમાં આવતી અદલાતમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવા અનિવાર્ય છે.
જે ઉમેદવારોએ વર્ષ 2009-10 પછી કાયદાની ડિગ્રી મેળવી હોય તેમણે ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનની પરીક્ષા પણ પાસ કરી હોવી અનિવાર્ય છે.
Civil Judges Recruitment 2022 ઉંમર મર્યાદા : આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખના દિવસે ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જ્યારે કોઈ પણ અનામત વિભાગના ઉમેદવારની ઉંમર 40થી વધારે ન હોવી જોઈએ.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
219
લાયકાત
માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કાયદાની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ જેની પરીક્ષા લેવાશે. આ ઉપરાંત ઉમેદવારો સિવિલ અને ક્રિમિનિલ જ્યુરિડિક્શનમાં આવતી અદલાતમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવા અનિવાર્ય છે.
Civil Judges Recruitment 2022 ફી : આ નોકરી માટે ઉમેદવારો જે સામાન્ય કેટેગરીના છે તેમના માટે બેંક ચાર્જ ઉપરાંત 1,000 રૂપિયા અને અનામત વિભાગના ઉમેદવારોએ 500 રૂપિયા સાથે બેંક ચાર્જ ચુકવવાનો રહેશે. ફીનું પેમેન્ટ ઓનલાઇન અને ઓફલાઇન થઈ શકશે.
આ નોકરી માટેની પસંદગી પ્રક્રિયા પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ પ્રિલિમીનરી પરીક્ષા અને લેખિત પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ પસંદ થનારા ઉમેદવારોનો વાઇવા ટેસ્ટ લેવાશે. આ તમામના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર