Sarkari Nokari: ગુજરાત હાઈકોર્ટમાં 21 પદ માટે સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટની ભરતી

ગુજરાત હાઇકોર્ટમાં પડી છે ભરતી

સરકારી નોકરીની (Sarkari Nokari) ઇચ્છા દરેક વ્યક્તિને હોય છે. ત્યારે ગુજરાતમાં રહેનારા માટે હાલમાં સારી તક છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટન્ટના પદ માટે નોટિફિકેશન (Job Notification) જાહેર કરી છે. આ નોટિફિકેશન કુલ 21 પદો માટે જાહેર કરવામાં આવ્યું છે.

  • Share this:
    સરકારી નોકરીની (Sarkari Nokari) ઇચ્છા દરેક વ્યક્તિને હોય છે. ત્યારે ગુજરાતમાં રહેનારા માટે હાલમાં સારી તક છે.  ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટન્ટના પદ માટે નોટિફિકેશન (Job Notification) જાહેર કરી છે. આ નોટિફિકેશન કુલ 21 પદો માટે જાહેર કરવામાં આવ્યું છે. આ પદો પર 24 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક ઉમેદવાર 16 સપ્ટેમ્બર 2021 સુધી આ પદો માટે ઓનલાઈન (Online Application) અરજી કરી શકે છે.

    આ પણ વાંચો-Army Bharti 2021: આ 20 કારણોના લીધે ‘DME’માં રિજેક્ટ થઇ જાય છે 30 ટકા યુવાનો

    શૈક્ષણિક યોગ્યતા- સિસ્ટમ ઓફિસર માટે ઈન્ટર્વ્યૂ સાયન્સ/ આઈટીથી બીઈ/ બીટેક અથવા 55 ટકા માર્ક્સ સાથે એમસીએ અથવા 55 ટકા માર્ક સાથે ITથી MSC કરેલું હોવું જરૂરી છે. સિસ્ટમ આસિસ્ટન્ટ માટે 50 ટકા માર્ક્સ સાથે MCA અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઇએ. અથવા આઈટી/કંપ્યૂટર એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કરેલું જરૂરી છે.

    આ પણ વાંચો-Sarkari Job: કેન્દ્રીય સિલ્ક બોર્ડમાં છે કામ કરવાની તક, જાણો કયા ઉમેદવારો કરી શકશે અરજી

    ઉંમર વર્ગ-18થી 24 વર્ષનો કોઈપણ યુવાન અરજી કરી શકે છે. ઉંમર વર્ગની ગણતરી 16 સપ્ટેમ્બર 2021ના આધારે કરવામાં આવશે. અરજી ફી SC, ST, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ, એક્સ સર્વિસમેન અને આર્થિક રીતે કમજોર વર્ગ માટે 350 રૂપિયા ફી રાખવામાં આવી છે જ્યારે અન્ય વર્ગ માટે 700 રૂપિયા ફી રાખવામાં આવી છે.

    આ પણ વાંચો - Sarkari Naukari: SBIમાં છે વેકેન્સી, આ રીતે કરી લો ફટાફટ અરજી

    આવી રીતે કરો અરજી- આ પદો પર અરજી કરવા માટે સર્વપ્રથમ સત્તાવાર વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જાઓ. જે બાદ Job Application પર ક્લિક કર્યા બાદ Apply Now પર ક્લિક કરો. જે બાદ તમે જે પદ માટે અરજી કરવા માંગતા હોવ તેના માટે અરજી કરી શકો છો. અરજી કરતા પહેલાં નોટફિકેશન સરખી રીતે વાંચી લો.

    આ પણ વાંચો- Sarkari Naukri: રેલવેમાં સરકારી નોકરીની તક, પગાર 35,000 સુધી

    નોટિફિકેશન વાંચવા માટે gujarathighcourt.nic.in પર જાઓ. હોમ પેજ પર New Updates નામના બોક્સમાં નોટિફિકેશન માટે લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો. તમે ઈચ્છો તો વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર પણ જઈ શકો છે. જ્યાં હોમપેજ પર Notice Board પર ક્લિક કરતાં જ નોટિફિકેશન ખુલી જશે
    Published by:Margi Pandya
    First published: