Gujarat Forest Recruitment 2022 : રાજ્યમાં સરકારી નોકરીની (Government jobs)ની જાણે મોસમ ખીલી હોય તેવો ઘાટ સર્જાયો છે. ચૂંટણીના વર્ષમા ંએક પછી એક વિભાગનીભરતી આવી રહી છે. ત્યારે રાજ્યના વધુ એક વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય કરતા વન મંત્રી કિરીટસિંહ રાણાએ (Gujarat Forest Minister Kiritsinh Rana) જણાવ્યું કે, વર્ષ-2018માં અનિવાર્ય સંજોગોને કારણે મોકુફ રહેલી વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યાઓ આગામી ટૂંક સમયમાં સીધી ભરતીથી હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ 334 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલી જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવા વન રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું છે.
વનરક્ષક વર્ગ-3 ની કુલ-334 સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઇને આ મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કર્યો છે.
આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ 2018ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે.
EWSનો લાભ લેવા પાત્ર ઉમેદવારો માટે
અગાઉની વર્ષ 2018ની ભરતી પ્રક્રિયામાં જે અરજદારોએ ''સામાન્ય કેટેગરી"ના ઉમેદવાર તરીકે અરજી કરેલ હોય તેઓ જો "આર્થિક નબળાં વર્ગ" કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો તેઓને “ ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ” ( OJAS ) ઉપર આ વિગતો ભરવા માટે 10 (દશ) દિવસનો સમય આપવામાં આવનાર છે.
તો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ તા.01-02-2022 ની તારીખે માન્ય હોય તેવા સક્ષમ અધિકારીના " આર્થિક નબળા વર્ગ પ્રમાણપત્રની વિગતો ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ" ( OJAS ) ઉપર અપલોડ કરવાની રહેશે.
નિયમિતપણે OJAS પોર્ટલની મુલાકાત લેવાની
રાણાએ ઉમેર્યું કે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયાને લગતી કોઇપણ અધ્યતન માહિતી કે અન્ય વિગતો માટે તેઓએ નિયમિતપણે OJAS પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.
વર્ષ 2018માં હાથ ધરેલ અને અનિવાર્ય કારણોસર મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા જ હાથ ધરવામાં આવનાર હોઇ આ ભરતી પ્રક્રિયામાં કોઈ નવી અરજી કરવાની મંજૂરી આપવામાં આવનાર નથી. આ 334 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલ જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર