Home /News /career /Gujarat Forest Recruitment 2022: ગુજરાત વનરક્ષક ભરતી માટે અરજી કરતાં પહેલા આટલું ખાસ જાણી લો
Gujarat Forest Recruitment 2022: ગુજરાત વનરક્ષક ભરતી માટે અરજી કરતાં પહેલા આટલું ખાસ જાણી લો
Vanrakshak bharti 2022
Gujarat Forest Gaurd Recruitment 2022: રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક (બીટગાર્ડ)ની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે (Vanrakshak Bharti 2022). વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.
Gujarat Forest Gaurd Bharti 2022: અગાઉ વનરક્ષકની કુલ- 334 જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ 334 જગ્યાઓની ભરતી (Gujarat Forest Gaurd Recruitment 2022) અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલી બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરીક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ 334 જગ્યાઓમાંથી સફળ ઉમેદવારો-283.જેમાં 48 જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી 775 જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ 48 એમ મળી કુલ–823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 (Vanrakshak Bharti 2022)
આપને જણાવી દઈએ કે ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પર થોડા સમયમાં શરૂ થાય છે. ગુજરાતના વન વિભાગે 2022 માં પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. તેથી ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોવી નહીં અને ઓજસની સત્તાવાર વેબસાઇટ પરથી તમામ સત્તાવાર સૂચનાઓને બરાબર વાંચીને વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન ફોર્મ ભરી લેવું.
મહત્વપૂર્ણ તારીખો
સત્તાવાર જાહેરાત તારીખ
18/10/2022
શરૂઆતની તારીખ
01/11/2022
છેલ્લી તારીખ
15/11/2022
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું (Gujarat Forest bharti 2022 Online Form)