Gujarat Board SSC HSC 2022: બોર્ડની પરીક્ષા (Board Exams)ઓ હાલ પૂર્ણ થતા વિદ્યાર્થીઓની એક ચિંતાનો હાલ અંત આવ્યો છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપર મૂલ્યાંકનની (Paper Checking) પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
Gujarat Board 10th-12th Exams 2022: ગુજરાત બોર્ડની પરીક્ષા આ વર્ષે નિયત સમય કરતા મોડી શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓની આતુરતાના અંત સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ (Board Exam )ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. હાલ બોર્ડ દ્વારા મૂલ્યાંકન પ્રક્રિયા (Board Exam Paper Checking) શરુ કરવામાં આવી છે.
ગુજરાત બોર્ડ ધો.10, 12ની બોર્ડની પરીક્ષા
કોરોનાના કેસ ઘટવાને લીધે શાળાઓમાં માત્ર ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓની હાજરી પણ ગણવામાં આવી રહી છે, તેવામાં બોર્ડની પરીક્ષાની લેવાઈ હતી. ધો.12 સાયન્સની પરીક્ષઆની શરૂઆત 28-3-2022 માર્ચથી પ્રથમ ફિઝિક્સના પેપરથી થઈ હતી. 12 સાયન્સની પરીક્ષાનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધીનો હતી. ધોરણ 12 સાયન્સની પરીક્ષા 8મી એપ્રિલે સુધી યોજાઈ હતી. દરેક પેપર વચ્ચે બે દિવસ જેટલો ગેપ મળતા વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો પૂરતો સમય મળ્યો હતો.
બોર્ડમાં SSCEની પરીક્ષા તારીખ 28-3-2022થી લઈને 9-4-2022 સુધી યોજાઈ હતી જેમની પરીક્ષાનો સમય પરીક્ષાનો સમય સવારે 10-1-15 સુધીનો હતો, જ્યારે HSCE ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષા 28-3-2022થી શરૂ થઈ 12-4-2022 સુધી યોજાઈ હતી.
આ પરીક્ષાનો સમય સવારે 10.30થી 1.15 અને બપોરે 3.00થી સાંજે 6.15 સુધીનો હતો. ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા 04- એપ્રિલથી શરૂ થઈ અને 12મી એપ્રિલ સુધી યોજાઈ હતી. આ પરીક્ષાનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધીનો હતો.
પરીક્ષા પૂર્ણ થતાં હાલ વિદ્યાર્થીઓની એક ચિંતાનો હાલ અંત આવ્યો છે. ત્યારે બીજી રીઝલ્ટની ચિંતા સામે ઉભી છે. હાલ બોર્ડ દ્વારા પરીક્ષાઓ પૂર્ણ થતા પેપર મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે. થોડા જ સમયમાં વિદ્યાર્થીઓના પરિણામની ચિંતાનો પણ અંત આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના વચ્ચે ધોરણ-10નું 60.64 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, જે તેના આગળના વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ જાહેર થયું હતું. માર્ચ 2020માં લેવાયેલી ધોરણ -12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા આવ્યું હતું. જે 2019 કરતા પરિણામ 3.02 ટકા વધારે હતું.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર