Home /News /career /

Board Results: ધો. 10ની પૂરક પરીક્ષાનું 24.75 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

Board Results: ધો. 10ની પૂરક પરીક્ષાનું 24.75 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

બોર્ડનું પરિણામ જાહેર

Gujarat board results: આ વખતે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું 24.72 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પૂરક પરીક્ષામાં કુલ 1.45 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ (Gujarat Education board) દ્વારા લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું (std 10 exam) આજે સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ મહિનામાં લેવાયેલી પૂરક પરીક્ષાનું બોર્ડે પરિણામ (Board results) જાહેર કર્યું છે. આ વખતે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું 24.72 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પૂરક પરીક્ષામાં કુલ 1.45 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    મળતી માહિતી પ્રમાણે આજે શનિવારે સવારે 8 વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા આ વખતે 24.72 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાંથી વિદ્યાર્થીઓનું 23.72 ટકા પરિણામ અને વિદ્યાર્થીનીઓનું 26.25 ટકા પરિણામ જાહેર કરાયું છે. આમ પૂરક પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.

    જુલાઈ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં કુલ 1.40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓઓ પોતાના પરિણાામ જોવા માટે https://www.gseb.org/ સત્તાવાર વેબસાઈનો ઉપયોગ કરવો.

    આ પરીક્ષામાં જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલી હતી. જેમાં 158686 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 91238 વિદ્યાર્થીઓ અને 67448 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.

    આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો માટે ભરતી, પગાર મળશે તગડો

    પરિણામની વધારે વિગત જાણવા માટે નીચેની પીડીએફ વાંચોઃ-




    પરીક્ષા આપવા માટે કુલ 1,58,686 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 1,40,509 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. differently abled ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 189 છે.

    આ પણ વાંચોઃ-AMC recruitment 2022: અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયર માટે અરજી કરવાની છેલ્લી તક

    માર્ચ/એપ્રિલ 2022માં બેઝિક ગણિત (18) સાથે ઉતીર્ણ થયેલા ઉમેદવારો જેઓ સ્ટાન્ડર્ડ ગણિત (12) સાથે પૃથ્થક ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે નોંધાયેલા હતા. તેવા 3367 ઉમેદવારો પૈકી 3191 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી લાયકી પાત્ર ઉમેદવારોની સંખ્યા 2286 છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Board Result, Career News, Education News, Jobs and Career

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन