Home /News /career /

Ladakh University: લદાખ યુનિવર્સિટીમાં બન્યું ગુજરાત હાઉસ, ગુજરાતના વિધાર્થીઓને શું થશે લાભ?

Ladakh University: લદાખ યુનિવર્સિટીમાં બન્યું ગુજરાત હાઉસ, ગુજરાતના વિધાર્થીઓને શું થશે લાભ?

લદાખ યુનિવર્સિટીમાં ગુજરાત ભવન બન્યું

MoU ladakh and Gujarat University: થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) લદાખ યુનિવર્સીટી સાથે હેલ્થકેર, સસ્ટેનેબલિટી અને એનવાયરમેન્ટને લાગતા MOU સાઇન કરાયા હતા.

Jobs and Career: ગુજરાતની સંસ્કૃતિના (culture of Gujarat) દર્શન હવે લદાખમાં (Ladakh) થશે કારણ કે લદાખ યુનિવર્સિટીમાં (Ladakh University) ગુજરાત ભવન (Gujarat Bhavan) શરૂ થયું છે.  થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) લદાખ યુનિવર્સીટી સાથે હેલ્થકેર, સસ્ટેનેબલિટી અને એનવાયરમેન્ટને લાગતા MOU સાઇન કરાયા હતા. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીમાં લદાખ હાઉસ બનાવવામાં આવ્યું હતું અને હવે લદાખ યુનિવર્સિટીમાં પણ ગુજરાત હાઉસ બનવવામાં આવ્યું છે.

લદાખ યુનિવર્સિટીમાં ગુજરાત ભવનમાં દ્વારકાધીશના દર્શનની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સાહિત્ય, સમગ્ર વિશ્વમાં વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી, દેશને આઝાદી અપાવનાર ગાંધીજીનો ચરખો, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અલગ અલગ કલાકૃત્તિઓ પ્રસ્તુત કરવામાં આવી છે. MOU અંતર્ગત જોઈન્ટ રિસર્ચ પ્રોગ્રામ, જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ, સર્ટિફિકેશન, એકસચેન્જ ઓફ સ્ટુડન્ટસ, એકસચેન્જ ઓફ ફેકલ્ટી તેમજ ઇનોવેશન અને સ્ટાર્ટઅપને લઈને લદાખ માંથી ઘણું બધું થઈ શકે તેમ છે.

લદાખની વનસ્પતિ, ત્યાંના પ્રાણીઓના જીંશ માં કૃષિ અને વેટરનરી આ બંને વિષયમાં રીસર્ચ, પ્રોજેક્ટ અને પબ્લિકેશન કરવામાં આવશે. બંને યુનિવર્સિટી વચ્ચે થયેલા MOU ને લઈ વિધાર્થીઓ એકબીજા રાજ્યની સંસ્કૃતિને સમજી શકે તે હેતુથી આયોજિત સંસ્કૃતિક કાર્યકમમાં વિધાર્થીઓ ગુજરાતી ગરબા અને લદાખના વિધાર્થીઓએ તેમનું સંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.

આ પણ વાંચોઃ-BSF Recruitment 2022: બીએસએફમાં નોકરીની ભરતી, કેટલી જગ્યા અને ક્યાં અરજી કરવી?

આ પ્રસંગે લદાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એસ. કે મહેતાએ જણાવ્યુ કે આ MOU થી અમારો ઉદેશ એજ છે કે જોઈન્ટ કોર્સ ચલાવીએ. વિધાર્થી બંને રાજ્યો વિશે જાણી શકે. સમસ્યાઓનો ઉકેલ લાવી વિકાસ શકે. સાંસદ જામયંગ શેરિંગ નામયલએ જણાવ્યું કે બન્નેના વિધાર્થી 6-મહિનાનો કોર્ષ કરી શકશે. ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ વિખ્યાત છે ત્યારે તેનાથી પ્રેરણા લઈને આ ગુજરાત હાઉસ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-​​Railway Recruitment 2022: ધો.10 અને ધો.12 પાસ લોકો માટે નોકરીની સુવર્ણ તક, રેલવેમાં બંપર ભરતી

ગુજરાત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે લદાખના એમપી જમયંગ શેરિંગ નામયલ લદાખ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એસ.કે.મહેતા અને લદાખના ચીફ એકઝ્યુક્યુટિવ કાઉન્સિલ એડવોકેટ તાસી યલ્સન, IISના ડાયરેકટર સુદ્ધાંશુ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીબોટની વિભાગના નૈનેશ મોદી, ગુજરાત યુનિવર્સિટી ચીફ લાયબ્રેરીરિયન યોગેશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:ankit patel
First published:

Tags: Career News, Gujarati news, Jobs and Career, ગુજરાત યુનિવર્સિટી

આગામી સમાચાર