Home /News /career /

NHM Recruitment 2022: ગુજરાતે સ્ટેટ એકાઉન્ટના પદ માટે જાહેર કરી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

NHM Recruitment 2022: ગુજરાતે સ્ટેટ એકાઉન્ટના પદ માટે જાહેર કરી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

નેશનલ હેલ્થ મિશનમાં ભરતી

Government jobs Recruitment: જો તમારી પાસે મેડિકલ ફિલ્ડમાં સ્નાતકની ડિગ્રી છે અને અનુભવ પણ છે તો તમે આ પદો માટે અરજી (Apply Online) કરી શકો છો.

    Jobs and Career: નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM (NHM Recruitment 2022) ગુજરાતે રાજ્ય એકાઉન્ટન્ટની ખાલી જગ્યાઓ (Jobs for State Accountant) ભરવા માટે અનુભવી ઉમેદવારો માટેની ભરતી કરવાની જાહેરાત કરી છે. જો તમારી પાસે મેડિકલ ફિલ્ડમાં સ્નાતકની ડિગ્રી છે અને અનુભવ પણ છે તો તમે આ પદો માટે અરજી (Apply Online) કરી શકો છો. આપને જણાવી દઇએ કે, પસંદગી પ્રક્રિયામાં પણ અનુભવી ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

    કેટલા વર્ષનો અનુભવ આવકાર્ય?
    આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારો પાસે ઓછામાં ઓછો 3-5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અંગ્રેજીમાં એકાઉન્ટિંગ કરવાનું જ્ઞાન અને અન્ય સોફ્ટવેર જેમ કે, MS ઓફિસ tally, RCH વગેરેની જાણકારી હોવી જોઇએ.

    કેટલો મળશે પગાર?
    સ્ટેટ એકાઉન્ટન્ટના પદો પર પસંદગી પામનારા ઉમેદવારને માસિક રૂપિયા 13000 પગાર ધોરણ આપવામાં આવશે.

    આપને જણાવી દઇએ કે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત માત્ર 1 પદ પર પસંદગી કરવામાં આવશે. તેથી લાયક અને ઇચ્છુક ઉમેદવારો અરજી કરવાની અંતિમ તારીખ 6-6-2022 પહેલા અરજી કરી શકે છે. ખાસ નોંધમાં રાખશો કે, અંતિમ તારીખ બાદ કરવામાં આવેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.

    મહત્વની વિગતો



























    જગ્યા1
    અનુભવ3-5 વર્ષ
    પગારરૂ.13000
    શૈક્ષણિક લાયકાતકોમર્સમાં ડિપ્લોમા / કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં સર્ટિફિકેટ કોર્સ કરવાની સાથે MS ઓફિસની જાણકારી હોવી જોઇએ
    કઇ રીતે કરાશે પસંદગી?ઉમેદવારોને પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે
    ક્યાં અરજી કરવી?https://aarogyasathi.gujarat.gov.in

    કેટલી રહેશે વયમર્યાદા?
    આ પોસ્ટ માટે ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા આયુ વિભાગના નિયમો અનુસાર રાખવામાં આવી છે.

    શૈક્ષણિક લાયકાત
    અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કોમર્સમાં ડિપ્લોમા / કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં સર્ટિફિકેટ કોર્સ કરવાની સાથે MS ઓફિસની જાણકારી હોવી જોઇએ. આ સાથે ઓફિસ મેનેજમેન્ટ અને ફિલિંગ સિસ્ટમ્સ અંગેની બેઝીક સ્કિલ્સ હોવી જરૂરી છે. અંગ્રેજી અને ગુજરાતીમાં સારું ટાઇપિંગ અને ડેટા એન્ટ્રીની આવડત હોવી જોઇએ.

    આ પણ વાંચોઃ-FSSAI Recruitment: ડિરેક્ટરની પોસ્ટ માટે આવી ભરતી, રૂ.2,15,900 સુધી માસિક પગાર

    કઇ રીતે કરવામાં આવશે પસંદગી?
    ઉપરોક્ત પોસ્ટ માટે ઉમેદવારોને પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

    કઇ રીતે કરી શકો છો અરજી?
    લાયક અને રસ ધરાવતા ઉમેદવારો  https://aarogyasathi.gujarat.gov.in પર જઇને ઓનલાઇન નિયત ફોર્મેટ અનુસાર શિક્ષણ અને અન્ય લાયકાત, જન્મ તારીખ અને અન્ય જરૂરી માહિતી અને જરૂરી તમામ દસ્તાવેજોની સ્વયં પ્રતિબંધાત્મક નકલો સાથે અરજી ફોર્મ ભરી શકે છે અને તે નિયત તારીખ પહેલાં મોકલવાનું ફરજિયાત છે.

    આ પણ વાંચોઃ-Gujarat Anganwadi Recruitment: ધો. 10 પાસ ઉમેદવારોની ભરતીમાં PhD અને માસ્ટર્સ કરેલા ઉમેદવારોને મળી નોકરી

    આ પોસ્ટ પર ઉમેદવારે એકત્રિત ડેટા-ઇન એકાઉન્ટિંગ સોફ્ટવેરને ફીડ કરવા, કમ્પાઇલ કરવા, વિશ્લેષણ કરવું અને સંબંધિત પ્રોગ્રામ ઓફિસરને રજૂ કરવાના રહેશે. RCH-II/ NRHM પ્રોગ્રામ સંબંધિત અહેવાલો અને બજેટ દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરવાની રહેશે. MIS અને કોમ્પ્યુટરને લગતી પ્રાથમિક સમસ્યાઓને હેન્ડલ કરવાની રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Jobs and Career, Recruitment, Recruitment 2022, Sarkari Naukri, Sarkari Naukri 2022

    આગામી સમાચાર