Home /News /career /

Anganwadi Recruitment: આંગણવાડી કાર્યકર/તેડાગરની બમ્પર ભરતી, 8000થી વધુ જગ્યા માટે અહીંથી કરો અરજી

Anganwadi Recruitment: આંગણવાડી કાર્યકર/તેડાગરની બમ્પર ભરતી, 8000થી વધુ જગ્યા માટે અહીંથી કરો અરજી

Anganwadi Recruitment : રાજ્યમાં આંગણવાડીની 8000 કરતા વધુ જગ્યા માટે ભરતી

Gujarat Anganwadi Recruitment 2022: રાજ્યમાં આંગણવાડી (Anganwadi)માં બમ્પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરી શકાશે અરજી

    Anganwadi Recruitment: રાજ્યમાં મહિલાઓ માટે આંગણવાડીમાં નોકરી કરવાની તક સામે આવી છે (Anganwadi Recruitment) રાજ્યની વિવિધ શહેર અને જિલ્લાની આંગણવાડીઓમાં મહિલા અને બાળક વિકાસ વિભાગ ગુજરાત દ્વારા 8000થી વધુ જગ્યા માટે કાર્યકર અને તેડાગરની ભરતી ( (Anganwadi Recruitment Notification) બહાર પાડી છે. આંગણવાડીની ભરતીનું નોટિફીકેશન ઓનલાઇન મૂકવામાં આવ્યું છે જેના આધારે અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 4-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી સીધા અરજી કરી શકે છે.

    Anganwadi Recruitment: આ જિલ્લાઓમાં છે જગ્યા

    આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જગ્યા ભાવનગર શહેર, વડોદરા શહેર, દેવભૂમિ દ્વારકા, નવસારી, તાપી, ડાંગ, રાજકોટ શહેર, જૂનાગઢ શહેર, અરવલ્લી, વડોદરા જિલ્લો, જામનગર શહેર, પાટણ, ગાંધીનગર જિલ્લો, મહેસાણા, જૂનાગઢ જિલ્લો, વલસાડ, છોટાઉદેપુર, મોરબી, ખેડા, ગીર સોમનાથ, મહીસગાર, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લો, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત શહેર, પોરબંદર, અમદાવાદ જિલ્લો, જામનગર જિલ્લો, બોટાદ, અમદાવાદ શહેર, કચ્છ, પંચમહાલ, નર્મદા, અમરેલી, રાજકોટ જિલ્લો, આણંદ, તાપી જિલ્લામાં બહાર પાડવામાં આવી છે.

    આ પણ વાંચો : GPSC Calendar: GPSC 2022નું કેલેન્ડર, આશરે 1024 જગ્યાઓ ભરાશે,અહીંથી ચેક કરો વિગતો

    Anganwadi Recruitment: શૈક્ષણિક લાયકાત

    આંગણવાડી કાર્યકરની જગ્યા માટે ધોરણ 12 પાસ અથવા તો ધો. 10 પાસ પછીના એઆઈસીટીઈ માન્ય કોઈ કોર્સનો ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમાં કોર્સ કરેલો હોવો જોઈએ.

    આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો. 10 પાસ હોવા જોઈએ. અરજી કરનાર અરજદારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા8000+
    શૈક્ષણિક લાયકાતધો. 10,12, ડિપ્લોમાં દ્વારા દરેક જગ્યા માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયામુખ્યત્વે મેરીટના આધારે
    અરજી કરવાની ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ4-4-2022
    અરજી કરવાનું માધ્યમઓનલાઇન
    ઓનલાઇન અરજી કરવા અને દરેક જિલ્લાની લિંક જોવા માટેઅહીંયા ક્લિક કરો



    Anganwadi Recruitment: પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટેની પસંદગી પ્રક્રિયા મેરીટના આધારે કરવામાં આવશે.જેમાં ધો.10-12ના ગુણ, ડિપ્લોમાં કોર્સના ગુણ, અનુસ્તાક કોર્સ કર્યો હોય તે તેના ગુણ, અનામત વર્ગના ગુણ, વિધવા હોય તો તેના ગુણ એમ મળીને 100 ગુણના આધારે મેરીટ તૈયાર થશે તેના આધારે ભરતી કરવામાં આવશે.

    Anganwadi Recruitment: અરજી કરવાની અંતિમ તારીખ

    આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 4-4-2022 છે. ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા જે તે જિલ્લો કે શહેરની વિગતો જાણી અને તેના ફોર્મ ભરવાના રહેશે.

    આ પણ વાંચો : Vidhyasahayak Merit: વિદ્યાસહાયકનું મેરીટ લિસ્ટ, અહીંથી જાણી શકાશે યાદી

    Anganwadi Recruitment: પગાર

    આ ભરતીમાં આંગણવાડી કાર્યકરને માનદ વેતન 7,800 રૂપિયા આપવામાં આવશે જ્યારે આંગણવાડી તેડાગરને 3950 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે જ્યારે આંગણવાડી કાર્યકર (મીની)ને 4400 રૂપિયા માનદ વેતન આપવામં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन