Anganwadi Recruitment 2022 : પાર્થ પટેલ, અમદાવાદ : આ સમયમાં પણ અનેક લોકો બેરોજગાર (Unemployed) છે. ભણેલાં-ગણેલાં (Educated) લોકો પણ નોકરીની (Job) શોધમાં છે. જો કે કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. જો વાત કરીએ તો ઘણાં લોકોની પરિસ્થિતિ એવી હતી કે, તેઓ ભાડાના મકાનમાં રહેતા હોય, વાઇફ પ્રેગનન્ટ હોય અને નોકરીમાંથી ના પાડી દીધી હોય. જો કે આ લોકો વિશે જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને ચોક્કસપણે એવું થાય કે હે ભગવાન (God) આ લોકોને કેમ આટલા દુખી કર્યા તે. કારણકે નોકરી જતી રહે અને ભાડું (Rent) ભરવું પડે એ કેટલું અઘરું છે.
તો આજે અમે તમને એક એવી જ નોકરી વિશે જણાવીશું જેમાં તમે સરળતાથી એપ્લાય કરી શકો છો અને તમને સારી જોબ (Job) પણ મળી શકે છે. આંગણવાડી વર્કર્સ, આસિસ્ટન્ટ અને સુપર વાઇઝર માટે અલગ-અલગ પદો પર ભરતી (Vacancy) માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો જાણી લો તમે પણ આ વિશેની તમામ માહિતી.
સમય જતા વાર લાગતી નથી
આ વેકેન્સી (Vacancy) પર લગભગ 8000 પદો પર ભરતી થવાની છે. ઓનલાઇન અરજી જમા કરાવવાની તારીખ 4 એપ્રિલ, 2022 છે. કેન્ડિડેટ્સને (Candidates) આ વિશે કોઇ પણ જાણકારી જોઇએ તો નોટિફિકેશન પર ક્લિક કરીને જોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 માર્ચથી અરજી કરવાની પક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટે જો તમે પણ ફોર્મ (Form) ભરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ દિવસો સૌથી બેસ્ટ છે. કારણકે સમય જતા વાર લાગતી નથી અને તારીખ જતી રહેશે પછી તમે ફોર્મ નહિં ભરી શકો.
ઇચ્છા ધરાવનાર ઉમેદવારો અરજી (Application) કરવા માટે અધિકૃત વેબસાઇટ પર ક્લિક કરો. ત્યારબાદ એમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ઓનલાઇન (Online) આવેદન પર ક્લિક કરો અને તમારી પર્સનલ ડિટેલ્સ ભરીને ફોર્મ (Form) જમા કરાવી દો. ખાસ ધ્યાન એ રાખજો કે આ અરજી પત્રની પ્રિન્ટ કઢાવી લેજો. જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ્સ ના થાય. તમારી પાસે પ્રિન્ટ (Print) હોય તો તમે ગમે ત્યારે તમારા મનનું કન્ફ્યુઝન દૂર કરી શકો છો.
આમ, જો તમે પણ નોકરીની (Job) શોધમાં છો તો આ જોબ તમારા માટે એક સારો ઓપ્શન (Option) છે. તો મોડું કર્યા વગર જલદીથી તમે પણ આ વિશેની તમામ માહિતી જાણી લો અને આગળની પ્રોસેસ કરવા લાગો.