Home /News /career /

GTU Recruitment 2022 : GTUની ભરતીમાં અરજી કરવાની અંતિમ તક, 67,000 રૂપિયા સુધી મળશે પગાર

GTU Recruitment 2022 : GTUની ભરતીમાં અરજી કરવાની અંતિમ તક, 67,000 રૂપિયા સુધી મળશે પગાર

GTU Recruitment 2022 : જીટીયુમાં પ્રાધ્યાપકોની ભરતી. ઓનલાઇન અરજી કરવાની 17-1-2022ના રોજ અંતિમ તક

GTU Recruitment 2022 : ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor) એસોસિયેટ પ્રોફેસર (Associate Professor) અને પ્રોફેસર (Professor)ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે

વધુ જુઓ ...
    GTU Recruitment 2022: ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor) એસોસિયેટ પ્રોફેસર (Associate Professor) અને પ્રોફેસર (Professor)ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત વાંચી અને ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી માટે ઓનલાઇન અરજી (GTU Recruitment 2022 Last date of Online application) કરવાની અંતિમ તારીખ 17-1-2022 રાખવામાં આવી છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો આ અરજી કરી અને પોતાના દસ્તાવેજોને 24-1-2022 સુધીમાં પહોંચાડવાના રહેશે.

    GTU Recruitment 2022 આ વિષય માટે છે ભરતી : જીટીયુની જાહેરાત મુજબ સ્કૂલ ઓફ એન્જિનિયરીંગમાં એક પ્રોસફેસર અને પાંચ આસિસ્ટન્ટ પ્રોફેસરની ખાલી જગ્યા છે. જીટીયુની સ્કૂલ ઓફ ફાર્મસીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની એક ખાલી જગ્યા છે. જીટીયુની સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એસોસિયેટ પ્રોફેસરની એક અને આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા ખાલી છે. જીટીયુની સ્કૂલ ઓફ એપ્લાઈડ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રોફેસરની એક, એસોસિયેટ પ્રોફેસરની 2 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 04 જગ્યા ખાલી છે. આમ કુલ 16 જગ્યા પર ભરતી છે.

    GTU Recruitment 2022 શૈક્ષણિક લાયકાત : આ ભરતી માટે બીઈ, બીફાર્મ, પીજીડીએમ, સીએ, આઈસી ડબલ્યુએ એમકોમ, પીએચડી સહિતની જુદી જુદી ડિગ્રી માંગવામાં આવી છે. દરેક વિષયના પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટન પ્રોફેસરની ભરતી માટે ડિગ્રી ઉપરાંત શૈક્ષણિક અનુભવ માંગવામાં આવ્યો છે. ઉમેદવારોએ જાહેરાત વાંચી અને અરજી કરવી

    આ પણ વાંચો : BSF Recruitment 2022 : BSFમાં ધો.10 પાસ માટે બમ્પર ભરતી, સાતમા પગાર પંચ મુજબ મળશે વેતન

    GTU Recruitment 2022 નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા16
    શૈક્ષણિક લાયકાતપીએચડી/બીઈ/બીફાર્મ/એમફાર્મ/પીજીડીએમ વગેરે
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ અને પ્રવેશ પરીક્ષા દ્વારા
    અરજી કરવાનું માધ્યમઓનલાઇન
    અરજી કરવાની છેલ્લી તારીખ17-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    GTU Recruitment 2022 પસંદગી પ્રક્રિયા : ભરતીમાં પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરની ભરતી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. જ્યારે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રવેશ પરીક્ષા અને ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાનો સિલેબસ પણ ભરતીની જાહેરાતમાં આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો :  Vidhyasahayak bharti 2022: રાજ્યમાં 3300 વિદ્યાસહાયકોની થશે ભરતી, શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત

    GTU Recruitment 2022 અરજી કરવાની રીત

    અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન લિંક પરથી ઉમેદવારોએ ફોર્મ ભરી અને તેની સંપૂર્ણ પ્રિન્ટઆઉટ કાઢી અને યોગ્ય દસ્તાવેજો સાથે જીટીયુને સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે. આ દસ્તાવેજો 24-1-2022 સુધીમાં જીટીયુને મળી જવા જોઈએ  આ પોસ્ટ મોકલવા માટેનું સરનામું

    ધી રજિસ્ટ્રાર, એસ્ટાબ્લીશમેન્ટ સેક્શન, બી-105, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનનિયરીંગ કોલેજ, વિસત, ત્રણ રસ્તા, સાબરમતી કલોલ હાઇવે ચાંદખએડા અમદાવાદ 382 424
    Published by:Jay Mishra
    First published:

    Tags: કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર