GTU Recruitment 2022: ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (Assitant Professor) એસોસિયેટ પ્રોફેસર (Associate Professor) અને પ્રોફેસર (Professor)ની ભરતી બહાર પાડવામાં આવી છે. અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
GTU Recruitment 2022: ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor) એસોસિયેટ પ્રોફેસર (Associate Professor) અને પ્રોફેસર (Professor)ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત વાંચી અને ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી માટે ઓનલાઇન અરજી (GTU Recruitment 2022 Last date of Online application) કરવાની અંતિમ તારીખ 17-1-2022 રાખવામાં આવી છે.
આ વિષય માટે છે ભરતી : જીટીયુની જાહેરાત મુજબ સ્કૂલ ઓફ એન્જિનિયરીંગમાં એક પ્રોસફેસર અને પાંચ આસિસ્ટન્ટ પ્રોફેસરની ખાલી જગ્યા છે. જીટીયુની સ્કૂલ ઓફ ફાર્મસીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની એક ખાલી જગ્યા છે. જીટીયુની સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એસોસિયેટ પ્રોફેસરની એક અને આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા ખાલી છે. જીટીયુની સ્કૂલ ઓફ એપ્લાઈડ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રોફેસરની એક, એસોસિયેટ પ્રોફેસરની 2 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 04 જગ્યા ખાલી છે. આમ કુલ 16 જગ્યા પર ભરતી છે.
શૈક્ષણિક લાયકાત : આ ભરતી માટે બીઈ, બીફાર્મ, પીજીડીએમ, સીએ, આઈસી ડબલ્યુએ એમકોમ, પીએચડી સહિતની જુદી જુદી ડિગ્રી માંગવામાં આવી છે. દરેક વિષયના પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટન પ્રોફેસરની ભરતી માટે ડિગ્રી ઉપરાંત શૈક્ષણિક અનુભવ માંગવામાં આવ્યો છે. ઉમેદવારોએ જાહેરાત વાંચી અને અરજી કરવી
પસંદગી પ્રક્રિયા : ભરતીમાં પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરની ભરતી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. જ્યારે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રવેશ પરીક્ષા અને ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાનો સિલેબસ પણ ભરતીની જાહેરાતમાં આપવામાં આવ્યો છે.
અરજી કરવાની રીત
અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન લિંક પરથી ઉમેદવારોએ ફોર્મ ભરી અને તેની સંપૂર્ણ પ્રિન્ટઆઉટ કાઢી અને યોગ્ય દસ્તાવેજો સાથે જીટીયુને સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે. આ પોસ્ટ મોકલવા માટેનું સરનામું