GST & Central Excise Recruitment : GST અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગમાં ભરતી, આવી રીતે કરો અરજી
GST & Central Excise Recruitment : GST અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગમાં ભરતી, આવી રીતે કરો અરજી
GST and Central Excise Recruitment 2022 : જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા હવાલદારની ભરતી
GST Central Excise Recruitment 2022 : જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ (GST Central Excise) દ્વારા ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપાવમાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
GST & Central Excise Recruitment : GST અને સેન્ટ્રલ એક્સાઇઝ (GST & Central Excise)ના પ્રિન્સિપલ ચીફ કમિશનર, મુંબઈ, મહારાષ્ટ્ર એવા ઉમેદવારોને શોધી રહ્યા છે કે જેઓ કબડ્ડી (પુરુષો), વૉલીબૉલ (પુરુષો), બાસ્કેટબૉલ (પુરુષો) અને ક્રિકેટ (પુરુષો)ના ક્ષેત્રમાં પ્રતિભાશાળી ખેલાડી (meritorious sports persons) હોય. આ ઉમેદવારોને પે મેટ્રિક્સએલ-1 માં સ્પોર્ટ્સ ક્વોટા ભરતી હેઠળ હવાલદાર તરીકે ભરતી (recruited as Hawaldar under Sports Quota Recruitment) કરવામાં આવશે. gstmumbai.gov.in પર સેન્ટ્રલપે કમિશન મુજબ રૂ. 18000-56900 પગાર આપવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારોએ 20 એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલાં ઑફલાઇન અરજી ભરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કબડ્ડી અને વોલીબોલ માટે 1-1 પોસ્ટ અને બોસ્કેટબોલ અને ક્રિકેટ માટે 2-2 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, હવાલદારની આ ભરતી પુરૂષો માટે કરવામાં આવશે.
GST & Central Excise Recruitment : કેટલો મળશે પગાર
આ પોસ્ટ પર પસંદગી પામનારા ઉમેદવારોને રૂ. 18000થી રૂ. 56900 માસિક પગાર ચૂકવવામાં આવશે.
વય મર્યાદા 18થી 27 વર્ષની વચ્ચે રહેશે. ઉમેદવારનો જન્મ 20.04.1995 પહેલા અને 20.04.2004 પછીનો ન હોવો જોઈએ. જોકે, OBC ઉમેદવારો માટે 3 વર્ષ સુધી અને SC/ST ઉમેદવારોના કિસ્સામાં 5 વર્ષ સુધીની છૂટછાટ મળશે. આ ઉપરાંત રમતગમતમાં અસાધારણ સિદ્ધિઓ મેળવવા માટે અને જે-તે ઉમેદવારો કે જેઓ જરૂરી પ્રમાણપત્રો સાથે અન્ય તમામ પાત્રતાની શરતોને પૂર્ણ કરે છે, તેવા SC/ST ઉમેદવારોના કિસ્સામાં વય 5 વર્ષ અને 10 વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવશે.
GST & Central Excise Recruitment : કઇ રીતે કરશો અરજી
ઉમેદવારો "સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2019 અને 2020 માટે અરજી" નો ઉલ્લેખ કરીને વય, શૈક્ષણિક લાયકાત અને રમતમાં પાત્રતા દર્શાવતા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથેની અરજી "એડિશનલ કમિશનર, કેડર કંટ્રોલ સેલ, CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, મુંબઈ ઝોન, GST ભવન, 115, મહર્ષિકર્વે, ચર્ચગેટ, મુંબઈ-400020" ને મોકલી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર