jobs and career: ગુજરાત સરકારના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળએ (GSSSB recruitment 2022) 1176 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. GSSSB ભરતી 2022 જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), ટ્રેસર, વર્ક આસિસ્ટન્ટ, ઈલેક્ટ્રિસિટી ડ્યુટી ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયનની જગ્યાઓની ભરતી (sarkari naukri) કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરીઓ (sarkari naukri) માટે સારી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC Recruitment 2022) વિવિધ વિભાગો અને પદો માટે કુલ 215 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ગુજરાત જાહેર સેવા આયોગે ક્લાસ 1, ક્લાસ 2 સહિતના પદો માટે 30 જૂન 2022 સુધી અરજીઓ મંગાવી છે. ઈચ્છુક ઉમેદવારોએ છેલ્લી તારીખ સુધી સમય મર્યાદામાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર