Home /News /career /Head Clerk Exam: હેડ ક્લાર્કની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ, અહીંથી કરો ડાઉનલોડ
Head Clerk Exam: હેડ ક્લાર્કની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ, અહીંથી કરો ડાઉનલોડ
GSSSB Recruitment 2022 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા, અહીંયા આપવામાં આવેલી લિંકથી ડાઉનલોડ કરો આન્સર કી
Steps to Download GSSSB Head Clerk Answer Key 2022 : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાની આન્સર કી અને ઓએમઆર શીટ ડાઉનલોડ કરવાની સીધી લિંક
Head Clerk Exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા (GSSSB Head Clerk)ની પરીક્ષા સમાપ્ત થઈ ગઈ છે. પરીક્ષા સમાપ્ત થયાની ગણતરીની કલાકોમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે ( GSSSB Head Clerk Answer Key 2022). આ આન્સર કી સાથે ઓએમઆર શીટ (OMR sheet) પણ અપલોડ કરી દેવામાં આવી છે. ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કી ચકાસી અંદાજ લગાવી શકે છે. જોકે, હજુ આ પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા અરજી માટે સૂચનાઓ આગામી દિવસોમાં આપવામાં આવશે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કી અને ઓએમઆર શીટ તપાસી શકે છે. 186 હેડ ક્લાર્કની વર્ગ-3ની જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં 1,08,494 ઉમેદવારોએ પેપર આપ્યા છે.
ગઈકાલે ન્યુઝ 18 સાથે વાતચીત કરતા ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશે જણાવ્યું હતું કે -આ પરીક્ષા ને લઇને તેઓ ખૂબ સજાગ હતા. વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા ના થાય અને પેપર લીક જેવી ઘટનાઓ ના બને તે માટે તેઓ થૂબ સતર્ક રહ્યા હતા અને ફાઇનલી તેમની મહેનત સફળ થઇ છે.
એ.કે.રાકેશે જણાવ્યું હતું કે - ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્ક ની પરીક્ષા આજે 1 લાખ 8 હજાર 494 ઉમેદવારો આપી છે. આ પરીક્ષામાં ગેરરિતીના થાયતે માટે તેઓએ ખાસ પ્રકારના સિક્યુરિટી પેકીગ આ વખતે રાખ્યા હતા.
PDF ડાઉનલોડ કરવાની લિંક
GSSSB હેડ ક્લાર્કની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે
જિલ્લા કલેક્ટર ને જિલ્લા પોલીસ અધિકારી ની અધ્યક્ષતામા સમિતી બનાવી હતી ,સેન્ટ્રલ સ્ટ્રોગ રુમ ઉભો કરીને આ વખતે પેપર ડીસ્ટ્રીબ્યુટ કરાયા હતા ,દરેક તબક્કે વિડીયો ગ્રાફી કરવામા આવી છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે એએમઆર શીટ આજ મોડી રાત સુધી મા અપલોડ થશે.