Bin Sachivalay Clerk Exam Call Letter : બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવામાં આવ્યા, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી ડાઉનલોડ કરો
Bin Sachivalay clerk Exam: રાજ્યમાં લાખો ઉમેદવારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે બિન સચિવાલય (Bin Sachivalay Clerk Exam Call Letters) કલાર્કની પરીક્ષાના કોલ લેટર ઈશ્યૂ થઈ ગયા છે. વિદ્યાર્થીઓ અહીંયાથી સીધા ડાઉનલોડ કરી શકે છે.
Bin Sachivalay clerk Exam: રાજ્યમાં લાખો ઉમેદવારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે બિન સચિવાલય (Bin Sachivalay Clerk Exam Call Letters) કલાર્કની પરીક્ષાના કોલ લેટર ઈશ્યૂ થઈ ગયા છે. આ પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022ના રોજ લેવામાં આવશે. પરીક્ષાના કોલ લેટર ઓજસ પર (OJAS) પરથી ડાઉનલોડ કરી શકાશે. અહીંયા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લિંક આપવામાં આવી છે તેના પરથી પણ ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર. આ પરીક્ષાની જાહેરાત વર્ષ 2018માં થઈ હતી અને ત્યારબાદ વિવાદોમાં સપડાઈ જતા ઠેલાઈ ગઈ હતી.
Bin Sachivalay clerk Exam પરીક્ષા પદ્ધતિ : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષઆ એમસીક્યૂ અને ઓએમઆર (MCQ-OMR) પદ્ધતિથી લેવાશે. આ પરીક્ષામાં ભગ લેવા માટે આ પોર્ટરલ https://gsssb.gujarat.gov.in/ પર નોટિફિકેશન આપવામાં આવ્યું છે.
Bin Sachivalay clerk Exam અગાઉ ફોર્મ ભર્યુ હોય તે વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે
જો આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ જાહેરાત સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં કોઇ નવો વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહી. જે વ્યક્તિએ અગાઉ રદ્દ થયેલી પરીક્ષા સમયે ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.
Bin Sachivalay clerk Exam ક્યાં સુધી ડાઉનલોડ કરી શકાશે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર ઓજસ પર 29-1-2022ના રોજ આજે બપોરે 2.00 વાગ્યાથી ઓનલાઇન આવી ગયા છે અને 13મી ફેબ્રુઆરી બપોરે 12.00 વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે.
Bin Sachivalay clerk Exam આવી રીતે ડાઉનલોડ કરો Call letter
સૌ પ્રથમ ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવું
હવે 'Call letter' પર ક્લિક કરવું ત્યાર બાદ Select Job પર ક્લિક કરવું
હવે જાહેરાત ક્રમાંક 150/2018-19 સિલેક્ટર કરી Confirmation Number તથા Birth date ટાઇપ કરી અને OK પર ટાઇપ કરી OK પર ક્લિક કરવું જેમાં અલગ વિન્ડોમાં આપને કોલ લેટર મળશે.
Call Letter પ્રિન્ટ કરતા પહેલાં કોમ્યુટર પર જોડેલા પ્રિન્ટરમાં A4 સાઇઝ ગોઠવી લેવી
ઉમેદવારોએ જાહેરાત સમયે Confirmation નંબર અને અરજીમાં દર્શાવેલા Birthdate નાખવાની રહેશે તો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
ઉમેદવારો આ આ અંગે કોલ લેટર સંબંધી કોઈ પણ માહિતીની પૂછપરછ કરવા માંગતા હોય તો ફોન નંબર 079 232 53625/5326 ઉપર કચેરીના સમયે રજાના દિવસ સિવાય 10.30-6.30 દરમિયાન ફોન કરી માહિતી મેળવી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર