Home /News /career /

GSSB Head clerk Exam: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાની આન્સર કી અટકાવાઈ, પેપર લીક થયું હોવાનો નનૈયો

GSSB Head clerk Exam: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાની આન્સર કી અટકાવાઈ, પેપર લીક થયું હોવાનો નનૈયો

GSSB Head clerk Exam Paper Leak : અસિત વોરાની પ્રેસ કોન્ફરન્સ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું નથી.

GSSB Head clerk Exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ મામલે ચેરમેન અસિત વોરાની પ્રેસ કોન્ફરન્સ જાણો શું કહ્યું વોરાએ

    ગુજરાત રાજ્યમાં ફરી એક વખત પેપર લીક (GSSSB head clerks exam paper leaked)થવાનો આરોપ લાગ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે (AAP leader Yuvraj Singh)દાવો કર્યો છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Gaun Seva Pasandgi Mandal Gujarat staff Selection Board )દ્વારા લેવાયેલા હેડ ક્લાર્કની પરીક્ષાનું (GSSSB head clerks exam)પેપર એક દિવસ પહેલા લીક થયું હતું. આ મામલે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા (Asit Vora GSSB chairman Exma Paper Leak Scam)એ આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. અસિત વોરાએ જણાવ્યું હતું કે હેડક્લાર્કની પરીક્ષઆની આન્સર કી અટકાવવામાં આવી છે. પરંતુ હાલમા પેપર લીક થયા હોવાના કોઈ પુરાવા નથી.

    પુરાવા નથી પોલીસ તપાસ ચાલું છે : ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ જણાવ્યું કે આ મામલે તમામ 782 કેન્દ્ર પર શાંતિપૂર્ણ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કોઈ પણ ઠેકાણેથી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા સામે આવ્યા નથી. ટીવી મીડિયાના માધ્યમથી પેપર લીક થયું હોવાની માહિતી સામે આવતા પોલીસ તપાસ શરૂ કરી છે.

    પરીક્ષાના સમય પહેલાં કોઈને પેપર મળ્યું હોવાના પુરાવા નથી

    વોરાએ હાથ ખંખેર્યા કે પરીક્ષાના સમય પહેલાં પેપર લીક થયું હોવાના કોઈ પુરાવા નથી. જે વોટ્સએપ વીડિયો સામે આવ્યો છે તે પરીક્ષાના સમય બાદનો છે એટલે હજુ સુધી પોલીસને આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી.

    અમને પુરાવા મળશે તો પોલીસને જાણ કરીશું

    આ અંગે અસિત વોરાએ જણાવ્યું કે અમને પુરાવા મળશે તો અમે કાર્યવાહી કરીશું. હાલમાં ગૃહમંત્રી સાથે થયેલી ચર્ચા મુજબ 17 જેટલી ટીમો કાર્યવાહી કરી રહી છે અને તેમને તમામ વિગતો આપવામાં આવી છે. હાલમાં તો કાર્યવાહી રાબેતા મુજબ ચાલી રહી છે.

    આ પણ વાંચો :   LIC Recruitment: LICમાં CA-CS અને MBA થયેલા ઉમેદવારોની ભરતી, 20 લાખ રૂ.સુધી મળશે CTC

    પેપર લીકનો આક્ષેપ

    યુવરાજ સિંહ જાડેજાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 12 ડિસેમ્બરે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી વાત વહેતી થઇ હતી કે પેપર લીક થયું છે. આ વાતની લિંક પર અમે લોકો તેની પાછળ દોડ્યા હતા. પછી ખ્યાલ આવ્યો કે આ પેપર જે 12 તારીખે લેવામાં આવ્યું હતું તે એક દિવસ પહેલા જિલ્લાના સ્ટ્રોંગરૂમમાં આવી ગયું હતું. તેને કારણે શનિવારે રાત્રે 9 કલાકે હિંમતનગરના પુસા ગામે આવેલ ફાર્મહાઉસમાં 16 જેટલા વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા હતા. જેમાં પેપર સોલ કરવા માટે નિરીક્ષકને પણ રાખવામાં આવ્યા હતા. અલગ-અલગ પુસ્તકો પણ આપવામાં આવી હતી.

    કોને મળ્યું હતું પેપર

    યુવરાજ સિંહે વધુમાં કહ્યું હતું કે ત્યાં આ પેપર સોલ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી 16 વિદ્યાર્થીને મળ્યું હતું અને પછી આ પેપર અલગ-અલગ જિલ્લામાં જેમા સુરેન્દ્રનગર, વડોદરા, ભાવનગર પહોંચ્યું હતું. મને વિદ્યાર્થીઓના ફોન અને મેસેજો આવ્યા હતા અને પછી અને તેની વધારે લિંક મળી હતી. પછી લાગ્યું કે આ પેપર ખરેખર લીક થયું છે. મારી પાસે પુરાવા છે પછી જ આરોપ લગાવ્યો છે. પેપર 10થી 12 લાખ રૂપિયામાં વેચાયું છે.



    અત્રે ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્ક માટે કુલ 2 લાખ 41 હજાર 400 ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. 782 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરના કેન્દ્રો પર બપોરે 12થી 2 પરીક્ષા લેવાઇ હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Exam, GSSB, કેરિયર, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર