Home /News /career /

Kutch: ધોરણ 10 પરિણામ, કચ્છ જિલ્લામાં 61.28 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ: 203ને A1 અને 1332 વિદ્યાર્થીઓને A2

Kutch: ધોરણ 10 પરિણામ, કચ્છ જિલ્લામાં 61.28 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ: 203ને A1 અને 1332 વિદ્યાર્થીઓને A2

રાજ્યના

રાજ્યના સરેરાશ કરતા નીચું પરિણામ પણ 2020 કરતા ઊંચું રહ્યું.

ગત માર્ચ એપ્રિલ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં કચ્છના 61.28 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.

    Dhairya Gajara, Kutch: ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના (GSHSEB) ધોરણ 10નું પરિણામ (Gujarat Board Class 10 Result) આજે જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની તુલનાએ કચ્છ જિલ્લાનું (Kutch Class 10 Result) પરિણામ થોડું નીચું રહ્યું હતું. 61.28 ટકા પરિણામ સાથે જિલ્લામાં 203 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જ્યારે કે 1332 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 10ની પરીક્ષા માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાનયોજાયેલ હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં 958 સેન્ટર ખાતે કુલ નોંધાયેલ નિયમિત ઉમેદવારો પૈકી 7,72,771 વિદ્યાર્થીઓએ હાજર રહી પોતાનું ભવિષ્ય ઘડવા આ મહત્વની પરીક્ષા આપી હતી. તો આ ઉપસ્થિત વિદ્યાર્થીઓમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા જે મુજબ સમગ્ર રાજ્યનું પરિણામ 65.18 ટકા રહ્યું હતું.

    કચ્છ જિલ્લાની વાત કરીએ તો કુલ નોંધાયેલ 23,379 વિદ્યાર્થીઓમાંથી 23,148 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો આ 23,148 વિદ્યાર્થીઓ પૈકી 14,184 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જે મુજબ જિલ્લાનું પરિણામ 61.28 ટકા થયું હતું, જે રાજ્યના સરેરાશ ટકાવારી કરતા થોડું નીચું છે અને સમગ્ર રાજ્યમાં કચ્છ 23મા ક્રમે રહ્યું હતું.

    આ પણ વાંચો: આ ચોમાસે કચ્છમાં સચરોચર વરસાદ માટે રામકુંડ ખાતે યોજાઈ જળપૂજા અને દીપમાળા

    તો કચ્છના આ 14,184 ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 203 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યું હતું જ્યારે કે A2 ગ્રેડ મેળવનારા 1332 વિદ્યાર્થીઓ હતા. તે ઉપરાંત 2516 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ હાસલ કર્યો હતો, 3885 વિદ્યાર્થીઓએ B2, 4073 વિદ્યાર્થીઓ C1માં, C2માં 2049 વિદ્યાર્થીઓ તો D ગ્રેડ મેળવનારા 125 વિદ્યાર્થીઓ છે.

    આ પણ વાંચો: દીવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ, નિયમ તોડશો તો થશે ફરિયાદ

    જો કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો કચ્છના દસ તાલુકાના 36 કેન્દ્રોની વાત કરીએ તો સૌથી ઊંચું પરિણામ 76.38 ટકા સાથે મનફરા કેન્દ્રનું રહ્યું હતું જે 2020 કરતા 47.38 ટકા વધ્યું છે. તો સૌથી નીચું પરિણામ 42.73 ટકા સાથે લાકડીયા કેન્દ્રનું રહ્યું હતું. કચ્છની 13 શાળાઓમાં દરેક વિદ્યાર્થી ઉત્તીર્ણ થતાં 100 ટકા પરિણામ મેળવ્યું હતું જ્યારે કે જિલ્લામાં 4 શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી ઉત્તીર્ણ ન થતાં શાળાનું પરિણામ 0 ટકા રહ્યું હતું. તો સાથે જ જિલ્લાની 36 શાળાઓનું પરિણામ 30 ટકાથી નીચું રહ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Education News, GSEB HSC Result Live Updates, Kutch, Kutch GSEB HSC Result, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन