Home /News /career /

GSFDC Recruitment 2022: જીએસએફડીસીમાં 40,000 પગાર સુધીની નોકરી, જાણો કેવી રીતે કરશો અરજી

GSFDC Recruitment 2022: જીએસએફડીસીમાં 40,000 પગાર સુધીની નોકરી, જાણો કેવી રીતે કરશો અરજી

GSFDC Recruitment : જીએસએફડીસી ભરતી, 07 જગ્યા માટે કરો અરજી

GSFDC Recruitment 2022: ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (GSFDC)ની ભરતીનું નોટિફીકેશન બહાર પડ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.

    GSFDC Recruitment 2022: ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ લિમીટેડ (GSFDC) દ્વારા કરારા આધારિત 07 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. (GSFDC Recruitment 2022 Notification) આ નોકરી માટે ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા જાહેરાત પરથી ફોર્મ ડાઉનલોડ કરી અને ઓફલાઇન અરજી કરવાની રહેશે. (GSFDC Recruitment 2022 Application) ઉમેદવારોએ શૈક્ષણિક યોગ્યતા ચકાસી અને 19-4-2022 સુધીમાં ફોર્મ પહોંચાડવાના રહેશે.

    GSFDC Recruitment 2022: ખાલી જગ્યા

    આ ભરતીમાં કુલ 07 ખાલી જગ્યા છે. જેમાં એકાઉન્ટ્સ મેનેજરની 01, આસિસ્ટન્ટ સુપરવાઇઝરની 03, સુપરવાઇઝરની 02, હિસાબનીશની 01 જગ્યા ખાલી છે. આ તમામ જગ્યા માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે.

    GSFDC Recruitment 2022: લાયકાત

    એકાઉન્ટ્સ મેનેજર 01 જગ્યા : વડોદરા વડી કચેરીની આ જગ્યા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા એમબીએ ફાઈનાન્સની ડિગ્રી મેળવેલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને સંલગ્ન કામનો એછઆમાં ઓછો 02 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ નોકરી માટે કામનું સ્થળ વડોદરા છે.

    પગાર : 40,000 (કોન્સોલિડેટે) નેગોશિયેબલ

    પસંદગી પ્રક્રિયા : શૈક્ષણિક લાયકાત/ ઈન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે.

    આસિસ્ટન્ટ સુપરવાઇઝર 03 જગ્યા : ભૂજ ખાતેની 01, વનિલ ઉદ્યોગ નવતાડની 02 એમ કુલ આસિસ્ટન્ટ સુપરવાઇઝરની 03 જગ્યા માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવાી મેથેમેટીક્સ સાથે સાયન્સ ગ્રેજ્યુએટની ડિગ્રી કરેલા ઉમેદવારો આ નોકરી માટે લાયક છે. આ નોકરીને લગતો એક વર્ષનો ક્ષેત્રીય અનુભવ જરૂરી છે. અનામતની છૂટછાટ સિવા 31 વર્ષ ઉંમરની મર્યાદા છે.

    પગાર : 15,000 રૂપિયા ફિક્સ

    પસંદગી પ્રક્રિયા : શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પર્સનલ ઈન્ટરવ્યૂ દ્વારા સ્થાનિક ઉમેદવારોને અગ્રીમતાના આધારે પસંદગી કરવામાં આવશે.

    સુપરવાઇઝર 02 જગ્યા : હિંમતનગરની 01 અને છોટાઉદેપુરની 01 જગ્યા માટે ઉમેદવારો માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સાયન્સ, બીઈ, બીટેક, ફાર્મસી, મેડિસીન પાસ હોવા જોઈએ. આ નોકરી માટે 36 વર્ષથી વધુની ઉંમર જેમાં અનામત ઉમેદવારો માટે 05 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. ક્ષેત્રિય કામગીરીનો 02 વર્ષનો અનુભવ

    આ પણ વાંચો :IB Recruitment 2022 : ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં 150 જગ્યાની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

    પગાર : 20,000 ફિક્સ

    પસંદગી પ્રક્રિયા : શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જે તે ડિવીઝનના નજીકના વિસ્તારના લાયક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે.

    હિસાબનીશ 01 જગ્યા : વનિલ ઉદ્યોગ નવતાડ ખાતેની એક જગ્યા માટે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.કોમ રેગ્યુલર થયેલા ઉમેદવારો આ નોકરી માટે લાયક છે. જેમાં 25-35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત કેટેગરીના ઉમેદવારોને 05 વર્ષની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ લિમીટેડ કંપનીમાં એકાઉન્ટને લગતી કામગીરીનો 03 વર્ષનો અનુભવ જરૂરી છે.

    પગાર : 15,000 ફિક્સ

    પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી શૈાક્ષણિક લાયકાત, અનુભવ તથા પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો











































    જગ્યા07
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ પર અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાશૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાનું માધ્યમઓફલાઈન
    અરજી પહોંચાડવાની અંતિમ તારીખ19-4-2022
    એકાઉન્ટ્સ મેનેજરની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    આસિસ્ટન્ટ સુપરવાઇઝરની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    એકાઉન્ટન્ટની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    સુપરવાઇઝરની ભરતીની જાહેરાત જોવા માટે  અહીંયા ક્લિક કરો



    GSFDC Recruitment 2022: અરજી કરવાનું માધ્યમ

    આ નોકરી માટે અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા વિવિધ ભરતીના ફોર્મ જાહેરાત વાંચી અને ડાઉનલોડ કરી અને નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે.

    આ પણ વાંચો : GPCB Recruitment 2022 : જીપીસીબીમાં 42 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    GSFDC Recruitment 2022: અરજી મોકલવાનું સ્થળ

    ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ
    'વનગંગા' 78, અલકાપુરી વડોદરા 390 007
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર